• રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અલગ અલગ જિલ્લાઓના પ્રશ્નોને હલ કરવા માટે મોબાઇલ એપ્લીકેશન બનાવી
  • જુદા જુદા 10 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એપ્લીકેશન તૈયાર કરવામાં આવી
  • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એપ્લીકેશન લોંન્ચ કરવામાં આવી
  • એપ્લીકેશન થકી સરકારી યોજનાઓ કે જેનાથી ગામના લોકો અજાણ હોય તેમને પણ તમામ યોજનાની વિગત મળી રહેશે

Watchgujarat. રાજ્યની જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત રાજકોટ પંચાયત પ્રમુખ ભુપત બોદર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના પ્રશ્નો હલ કરવા માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં જિલ્લાનાં દરેક તાલુકાના ગામડાંઓને આવરી લેવામાં આવ્યા છે. સાથે-સાથે રાજ્ય સ્તરે તમામ કાર્યોનું નિયંત્રણ તેમજ તેની દેખરેખ પણ રાખવામાં આવશે. અને અધિકારીની કામગીરી પર બાજ નજર રખાશે. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ‘પ્રજાના પ્રશ્નો’ નામની આ એપ્લિકેશનનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભુપત બોદરે ‘પ્રજાના પ્રશ્નો’ એપ્લિકેશન વિશે માહિતી આપતા કહ્યું હતું કે, એપ જુદા-જુદા 10 મુદ્દાઓ પર બનાવામાં આવી છે. જેથી જિલ્લાના દરેક ગામડાંઓમાં થતી કામગીરી પર બાજ નજર રહેશે. સામે ગ્રામપંચાયતમાં તલાટી મંત્રીની સતત ગેરહાજરીથી પીડાતા ગામના લોકો આ એપમાં તેમની ફરિયાદ કરી શકશે અને તરત જ તેની ફરિયાદને પણ નિવારવામાં આવશે. એપ્લિકશન મારફતે 11 તાલુકાના તમામ ગામડાંઓ સાથે સીધો સંવાદ થઇ શકશે. સામે કોઈપણ વ્યક્તિને જો પ્રશ્ન હોય તો તે આ એપ્લિકેશન મારફતે ફરિયાદ નોંધાવી શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એપ દ્વારા સરપંચો તેમજ પંચાયતના અધિકારી સાથેની કામગીરી સરળ બનશે. ગામના વિકાસ માટે કોઈ સૂચનો આપી શકશે. અને અધિકારી કે પ્રમુખને મળવા માટે એપોઇન્ટમેન્ટ પણ એપ દ્વારા મેળવી શકાશે. એટલું જ નહીં એવી સરકારી યોજનાઓ કે જેનાથી ગામના લોકો અજાણ હોય તેમને પણ તમામ યોજનાની વિગત મળી રહેશે. આ એપ્લિકેશનમાં સરપંચ-તલાટી-પંચાયત પ્રમુખના એડ્રેસની પણ માહિતી આપવામાં આવશે.

અંતમાં ક્યાં ગામમાં ક્યાં કામો ચાલી રહ્યા છે, કેટલા સમયથી ચાલી રહ્યા છે, કેટલું કામ બાકી છે તે તમામ વિગતો ગામના લોકો પણ મેળવી શકશે. એપ્લિકેશન અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, એપ્લિકેશનની દેખરેખ 2 લોકોની નિયુક્તિ કરવામાં આવશે, જે સતત મોનિટરિંગ કરશે અને જરૂરી સૂચનાઓ પણ આપશે. આ એપને કારણે ગામડામાં વસતા લોકોનો અને ગામડાઓનો ઝડપી વિકાસ સાધવામાં મોટી મદદ મળશે. ગામડાનાં લોકો સત્તાધીશો સાથે સીધો સંવાદ કરી પોતાની માંગ અને ફરિયાદો તેમના સુધી પહોંચાડી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud