• રાજકોટ જિલ્લામાંથી કોરોનાના વળતા પાણીની શરૂઆત થઇ
  • રોગચાળા નિયંત્રણ અધિકારીના મત મુજબ આમ જ રહેશે તો ટૂંક સમયમાં જ જિલ્લામાંથી કોરોના નાબૂદ થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી
  • રાજકોટ શહેરમાં ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીના 24 કલાકમાં વધુ 6 દર્દીનાં કોરોનાથી મોત નિપજ્યા છે

Watchgujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓનાં મોત થયા હતા. જ્યારે બપોર સુધીમાં માત્ર 33 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. બીજીતરફ ગામડાઓમાં કોરોનાનો અંત આવી રહ્યો હોય તેમ જિલ્લાનાં કુલ 605 પૈકી 410 ગામોમાં છેલ્લા એક સપ્તાહથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે 145 ગામ તો કોરોનામુક્ત બની ચુક્યા છે. રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડે જણાવ્યા મુજબ આમ જ રહેશે તો ટૂંક સમયમાં જ જિલ્લામાંથી કોરોના નાબૂદ થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

નિલેશ રાઠોડે કહ્યું હતું કે, જિલ્લામાં કોરોના અંતનો પ્રારંભ થયો હોય તેમ છેલ્લા એક સપ્તાહથી પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજકોટ જીલાના 50 ટકાથી વધુ ગામોમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ કેસ નોંધાયા નથી. રાજકોટ જિલ્લામાં કુલ 605 ગામ આવેલા છે જેમાંથી 410 ગામો એવા છે કે જ્યાં ગત સપ્તાહમાં કોઈ પોઝિટિવ કેસ નથી. તો જિલ્લાના 145 ગામ સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા છે. જેમાં રાજકોટ તાલુકાના 44 ગામો સામેલ છે.

આ ઉપરાંત પડધરી તાલુકાના 14, લોધિકા તાલુકાના 14, જેતપુર તાલુકાના 4, ગોંડલ તાલુકાના 20, કોટડા સાંગાણી તાલુકાના 23, જસદણ તાલુકાના 23 અને વીંછીયા તાલુકાના 22, ધોરાજી તાલુકાના 6 ઉપલેટા તાલુકાના 15, જામકંડોરણા તાલુકાના 4 ગામ કોરોના મુક્ત બન્યા છે. કોરોનામુક્ત થનાર ગામોમાં સૌથી વધુ રાજકોટ તાલુકાના 44, જ્યારે સૌથી ઓછા જેતપુર અને જામકંડોરણા તાલુકાના 4-4 ગામ કોરોનાા મુક્ત થયા છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીના 24 કલાકમાં વધુ 6 દર્દીનાં કોરોનાથી મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી લેશે. કાલે થયેલા 3 મોત પૈકી એકપણ મોત કોરોનાથી થયું નહીં હોવાનું આ કમિટીએ જાહેર કર્યું હતું. બીજીતરફ નવા પોઝીટવ કેસની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોર સુધીમાં વધુ 33 કેસ નોંધાયા છે. જેને પગલે કુલ સંક્રમિતોની સંખ્યા 42,020 થઈ છે. આ પૈકી 41,277 દર્દીઓ સ્વસ્થ થતા રિકવરી રેઈટ વધીને 98.30% થયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud