• કોરોના વોરીયર્સ ડોક્ટર્સ વચ્ચે મારમારી થતા તબિબિ આલમમાં ચર્ચાનો વિષય બન્યો
  • સરકારી હોસ્પિટલમાં તબિબો વચ્ચેની મારામારીમાં ડોક્ટરને બચાવવા કોઇ ન આવ્યું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે
  • સમગ્ર ઘટના અંગે જુનિયર તબીબ ડૉ. ધવલે આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી

Watchgujarat. શહેરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ગુંડાગીરીની ઘટના સામે આવી છે. જેમ ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકુટ થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. ઘટનામાં સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબોએ તેના જુનિયરને તને સીધો કરી દેવાનો છે કહીને બેરહેમીથી ઢીબી નાખ્યાની વિગતો સામે આવી છે. આ અંગે જુનિયર તબીબ ડૉ. ધવલે આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે-ત્રણ સિનિયરો દ્વારા ડો. ધવલ સાથે પ્રથમ બોલાચાલી કરી બાદમાં ઢીકા-પાટુનો માર મારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ત્યાં અન્ય ઘણા લોકો હાજર છે. પરંતુ કોઈ આ ડોક્ટરને છોડાવવા પણ વચ્ચે આવતું નથી. ઘટના અંગેની જાણ થતાં પોલીસે રાત્રે જ સિવિલ હોસ્પિટલે દોડી જઇ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આ ઘટનાનાં સીસીટીવી પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે જુનિયર તબીબને માર મારનારા સિનિયરો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ડો. ધવલે ફરિયાદમાં જણાવ્યું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવાયો હતો. કહ્યું કે હવે પરીક્ષા પુરી થઇ ચુકી છે. હવે અમે તને સીધો કરીશું. તું અમારુ કહેવું માનતો નથી. જેને પગલે હું ત્યાં વાતચીત કરવા ગયો હતો. પરંતુ વાતચીત દરમિયાન અચાનક મારા 3 સિનિયર જીમિત ગઢીયા, કેયુર મણીયાર અને આલોક સિંઘે મને માર મારવાનો શરૂ કરી દીધો હતો. આ ત્રણેયે મળીને મને ઢોર માર માર્યો હતો. અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ અંગે ધવલે ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવી અપરાધી માનસિકતા ધરાવતા લોકો તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે. અને તેમાં પણ સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલ જેમાં બાળકોને દાખલ કરવામાં આવે છે. ત્યાં આ પ્રકારનું કૃત્ય થતા ચકચાર મચી છે. અને સિવિલ હોસ્પિટલનાં ડીસીપ્લીન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ડિન પણ દોડી ગયા હતા. અને આ અંગેની વધુ જાણકારી મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud