• છેલ્લા 8 દિવસથી 6 જેટલી મેડિકલ કોલેજમાં હડતાલ કરવામાં આવતા તેની અસર સરકારી હોસ્પિટલમાં પડી
  • બોન્ડેડ તબીબોના ટોચના નેતાઓ સાથે આરોગ્ય મંત્રીની ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી
  • ગત રોજની મીટિંગ બાદ શુ નિર્ણય આવ્યો તે પણ જાહેર નહી કરતા તબીબોમાં પણ ચર્ચા ઉઠી છે અને બોન્ડેડ તબીબોના આગેવાનો ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે

WatchGujarat. રાજયની 6 જેટલી મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈ રાજય સરકાર સામે આંદોલન છેડવામાં આવ્યું હતું અને હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો હતો જેનો આજે અંત આવ્યો છે અને સરકાર સાથે ચર્ચા કર્યા બાદ 8 દિવસથી ચાલતી આ હડતાળ સમેટી લઈ અને દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ અંગે અંદરખાને ભારેલો અગ્નિ હોવાથી ફરીવાર તબીબો હડતાળ કે તેના જેવો કોઈ માર્ગ અપનાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

બોન્ડેડ તબીબોના ટોચના નેતાઓ સાથે આરોગ્ય મંત્રીની ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી.જેમાં તબીબોની વિવિધ માંગણીઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અને અમુક માંગ સ્વીકારવામાં આવી છે. જો કે મોટાભાગની માંગો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. છતાં આ બેઠક બાદ બોન્ડેડ તબીબોએ હડતાળ સમેટી લીધી છે. અને ફરી ફરજ ઉપર હાજર થઈ ગયા છે.

છેલ્લા 8 દિવસથી 6 જેટલી મેડિકલ કોલેજમાં હડતાલ કરવામાં આવતા તેની અસર સરકારી હોસ્પિટલમાં પડી હતી. અને ઓપીડીની સારવાર માટે આવતા દર્દીઓને ત્યારે હાલાકી વેઠવી થકી હતી. છેલ્લા આઠ દિવસથી દર્દીઓ પરેશાન થઈ ગયા હતા તેમને હાલ રાહત મળી છે. અને ફરીથી ડોકટરો ફરજ પર હાજર થતા ઓપીડી શરૂ થઇ છે. જેને લઈ સારવાર માટે આવતા દર્દીઓની ભીડ ઘટવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 400 જેટલા ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ગઈકાલે આરોગ્ય મંત્રી સાથે થયેલી બેઠક પણ ભેદી રહી છે અને શુ નિર્ણય આવ્યો તે પણ જાહેર નહી કરતા તબીબોમાં પણ ચર્ચા ઉઠી છે અને બોન્ડેડ તબીબોના આગેવાનો ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud