ચૂંટણીમાં સત્તાધારી ભાજપને ઈ-મેમાનો ઈશ્યુ નડે તેવી માન્યતા હતી.
ચૂંટણી ટાણે સત્તાધારી પક્ષના નેતાઓનાં ઈશારે પોલીસે ઈ-મેમા આપવાની કામગીરી મુલતવી રાખી હતી
શહેરમાં દરરોજ ત્રણેક હજાર ઈ-મેમા ઈશ્યુ થાય છે, દરેકમાં ઓછામાં ઓછો 500નો દંડ વસુલવામાં આવે છે.
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસે ઈ-મેમાને લઈને મુદ્દો બનાવ્યો હતો. એક-બે સંગઠનો પણ આ મુદ્દે લડત ચલાવતા હતા. જે જોતાં ચૂંટણીમાં સત્તાધારી ભાજપને ઈ-મેમાનો ઈશ્યુ નડે તેવી માન્યતા હતી. જેને ધ્યાને લઈ સત્તાધારી પક્ષના નેતાઓનાં ઈશારે પોલીસે ઈ-મેમા આપવાની કામગીરી મુલતવી રાખી હતી. જો કે સત્તાવાર રીતે પોલીસે ટ્રાફિક મંથને ધ્યાને લઈ ઓછા ઈ-મેમા અપાયા હોવાનું કારણ આપ્યું હતું. હવે અંદાજે રોજના રૂ. 15 લાખથી વધુ વસૂલાશે.
હાલ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયતની ચૂંટણી પૂરી થઇ અને તેમાં ભાજપનો વિજય થતાં રાજકીય આક્કાઓના ઈશારે કે વગર ઈશારે પોલીસે ઈ-મેમા મુદ્દે અસલ રંગ ધારણ કરી લીધો છે. અને બુધવારથી ઈ-મેમા જનરેટ કરવાની સૂચના આપી દેવાયાની પોલીસે પુષ્ટી કરી છે. તે જોતાં હવે ફરીથી નગરજનો પાસેથી ઈ-મેમા મારફત દરરોજ રૂ. 15 લાખ જેટલી રકમ ખંખેરવામાં આવશે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં દરરોજ ત્રણેક હજાર ઈ-મેમા ઈશ્યુ થાય છે. દરેકમાં ઓછામાં ઓછો 500નો દંડ જોતા દરરોજ નગરજનોને રૂ. 15 લાખનો ફટકો પડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ હાજર દંડ પેટે દોઢેક લાખ અને આરટીઓ સહિત કોર્ટ મારફત પણ દંડ ભરાવાય છે. જ્યારે સ્થાનિક પોલીસ પણ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ કેસો કરે છે. આ રીતે દરરોજ અંદાજે 20 લાખથી વધુ ટ્રાફિકના નિયમોનાં દંડ પેટે વસૂલાય છે.
જો કે આ વસુલાતમાં ચૂંટણીને કારણે ઘણાં સમયથી બ્રેક હતી. પરંતુ હવે નેતાઓના સ્વાર્થ પૂરો થતાં પોત પ્રકાશી ફરીથી લોકોને ખંખેરવાનું શરૂ કરી દેવાયું છે. અને કોરોના કાળમાં હાલ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, કેટલાય લોકોએ નોકરી ગુમાવવી પડી છે, ઘણાંએ પગાર ઘટાડો લેવાની ફરજ પડી છે. તેવામાં આ ઈ-મેમા લોકો માટે દાઝ્યા પર ડામ સમાન છે. પરંતુ ભાજપને ચૂંટણીમાં ઈ-મેમાને ઈશ્યુ બનાવાયો હોવા છતાં તોતીંગ બહુમતી મળતા પ્રજા માટે આ મુદ્દો મહત્ત્વનો નહીં હોવાનું રાજકીય વર્તુળો અને પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.