• ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક નેતાઓ દોડી ગયા હતા.
  • EVMમાં ખામી સર્જાતા વહીવટી તંત્ર દ્વારા મશીન બદલવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ

WatchGujarat કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. જો કે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ શહેરના લક્ષ્મીનગર મેઈનરોડ પર આમ આદમી પાર્ટીનાં કાર્યકરો ઉપર હુમલો થયાની ઘટના સામે આવી હતી. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક નેતાઓ દોડી ગયા હતા. અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને ભારે જહેમત બાદ મામલો શાંત પાડવામાં આવ્યો હતો. તો ધોળકિયા સ્કૂલ અને રાજ સ્કૂલ ખાતે EVMમાં ખામી સર્જાતા વહીવટી તંત્ર દ્વારા મશીન બદલવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ લક્ષ્મીનગર મેઈન રોડ ઉપર આમ આદમી પાર્ટીનાં કાર્યકરો પર હુમલો કરાયો હતો. એટલું જ નહીં આપ કાર્યાલયમાં તોડફોડ કરાઈ હતી. જેને પગલે પાર્ટીનાં શિવલાલ બારસિયા સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. અને ભાજપનાં કાર્યકરો પર આક્ષેપ લગાવતા બીજેપીના દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજ પણ દોડી ગયા હતા. સાથે જ મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બંને પક્ષની સમજાવટ હાથ ધરવામાં આવી છે.

બીજીતરફ શહેરની કે.જી. ધોળકીયા સ્કુલના મતદાન મથક પર રુમ નં. 4 મા ઈવીએમ મશીનના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનુ બટન બગડવાનુ સામે આવ્યું હતું. જેને લઈને ચુંટણી અધિકારીને ફરીયાદ કરી મતદાન થોડા સમય માટે અટકાવાયુ હતું. બાદમાં તરત જ EVM મશીન બદલીને મતદાન શરૂ કરવામાં આવ્યું છે. તો વોર્ડ નંબર 07 માં બાવજીરાજ કન્યા શાળામાં ક્રમ નંબર 11 ની સ્વીચ બંધ થતા મતદાન અટક્યું હતું. જોકે કોંગ્રેસ ઉમેદવાર રણજીત મૂંધવાએ ચૂંટણી અધિકારીઓને રજુઆત કરી હતી. જેને લઈ તાત્કાલિક નવા ઇવીએમ સાથે ચૂંટણી અધિકારી સ્થળ પર પોહચ્યા હતા. અને ઇવીએમ બદલવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud