• જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની બુધવારે બપોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી
  • આરોપીઓને શોધી કાઢવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટિમો કામે લાગી
  • પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ

Watchgujarat. જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની બુધવારે બપોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થઈ હતી. આ હત્યાનાં આરોપીઓને શોધી કાઢવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. દરમિયાન સાંજના સમયે આ કામના આરોપી ગોંડલ રોડ નજીક હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેને આધારે ફિલ્મી ઢબે પીછો કરી તાલુકા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને હાલ આરોપીઓનો કબ્જો જૂનાગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશની બુધવારે બપોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ હતી. ધર્મેશભાઈ ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતાં. આરોપીઓને શોધી કાઢવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટિમો કામે લાગી હતી. દરમિયાન આરોપીઓ રાજકોટ તરફ આવ્યાની અને ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી રાજકોટ પોલીસને મળી હતી.

આ બાતમીને આધારે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની 2 ટિમો પહોંચી હતી. પણ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગવા લાગ્યા હતા. જેને પગલે ત્રણેક કિલોમીટર ફિલ્મી ઢબે દોડીને પીછો કરી પોલીસે તેઓને પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ છે. ત્રણેય આરોપીને હાલ જુનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud