કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કરી તેને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો.
સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર પાયલ નામની ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે.
પાયલને ન્યાય અપાવવા માટે ગાંધીનગર અને મહારાષ્ટ્ર્રમાંથી RTI એકિટવિસ્ટ, વકીલ અને આ કોમ્યુનિટી માટે કામ કરતી એનજીઓ આગળ આવી
WatchGujarat શહેરમાં કિન્નરોએ મહિલાનાં વસ્ત્રો પહેરેલા નકલી કિન્નર ‘પાયલ’ને પકડી તેના પ્રાઈવેટ પાર્ટનો વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કરી તેને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં બાદમાં તેને જાહેરમાં નગ્ન કરી તેનો વીડિયો ઉતારી વાઇરલ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. શહેરમાં બનેલી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. અને સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર પાયલ નામની ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. તેમજ પાયલને ન્યાય અપાવવા માટે ગાંધીનગર અને મહારાષ્ટ્ર્રમાંથી આરટીઆઇ એકિટવિસ્ટ, વકીલ અને આ કોમ્યુનિટી માટે કામ કરતી એનજીઓ પણ આગળ આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ બે દિવસ પૂર્વે જ લોધાવાડ ચોક પાસે આવેલી સુર્યકાંત હોટેલ પાસે કેટલાક કિન્નરોએ મહિલાના વસ્ત્રો પહેરેલા એક લેસ્બીયનને પકડી તેમના પ્રાઈવેટ પાટ્રસનો વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યેા હતો. જેનો ભોગ બનેલી મેહત્પલ ઉર્ફે ‘પાયલ’ સુરેન્દ્રનગરની વતની છે. અને હાલ રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ફાઇન આટર્સની વિધાર્થીની હોવાથી તે પેઇન્ટિંગ બનાવવાની સાથે ભરતનાટયમની કલાકાર છે. અને પોતાની કલાના માધ્યમથી તે પોતાનો ખર્ચ ઉપાડીને ઘર ચલાવી રહી છે. સાથોસાથ સમાજમાં તેના જેવા ટ્રાન્સવુમન લોકોને જાગૃત કરવા માટે એક સોસાયટી પણ ચલાવી રહી છે.
આ અંગે પાયલનાં કહેવા મુજબ, તેના આ મિશન દરમિયાન એક ગે તેની સોસાયટીમાં આવે તે વાત કિન્નર જૂથને ગળે ઉતરી નહોતી. જેનો ખાર રાખી ગત સોમવારે તારીખે 15ના રોજ પાયલ તેના ઘરે પહોંચી ત્યારે અમુક કિન્નરો દ્રારા તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેને મવડી રોડ પર આવેલ એક ટી સ્ટોલ પાસે લઈ જઇ તેની સાથે રહેતા ટ્રાન્સવુમનનો વિડીયો બનાવ્યો હતો.
બાદમાં પાયલને ગોંડલ રોડ પર આવેલ સૂર્યકાંત હોટલ નજીક લઈ જવામાં આવી હતી. અને આ કિન્નર જુથે પાયલને માર મારીને તેનો અર્ધનગ્ન વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયો કિન્નરના ગ્રુપમાં વાયરલ પણ કર્યેા છે. બનાવ સમયે તેના વાળ પણ કાપી નાખવામાં આવ્યા અને તેને ફરીથી લીમડાચોક ખાતે લઇ જવાઇ હતી. અને ત્યારબાદ કિન્નરોએ પોલીસને બોલાવી પાયલને સૌપી હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસ ખાતે લઇ જવાઇ હતી. આ ઘટના બાદ ડરી ગયેલી પાયલ હાલમાં તેના ઘરમાંથી બહાર પણ નીકળતી નથી. પાયલનું કહેવું છે કે, આ અંગે તેને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં હજુ સુધી તેની કોઇ ફરિયાદ લેવામાં આવી નથી. જોકે આ ઘટના બાદ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં જોરશોરથી ઝુંબેશ શરૂ થઇ ચૂકી છે.
માલવીયાનગર પોલીસ મથક ખાતે કિન્નરોનો હોબાળો
બીજીતરફ આજે રાજકોટ માલવીયાનગર પોલીસ મથક ખાતે કિન્નરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે કિન્નરનાં ગાદીપતિ વિરુદ્ધ અપશબ્દો બોલાતા વિફરેલા કિન્નરો મોટી સંખ્યામાં માલવીયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. જેમાં કેટલાક કિન્નર તો વસ્ત્રો વિના જ જોવા મળ્યા હતા. જો કે માલવીયાનગર પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.