• રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની 15 વર્ષીય પુત્રીની સહેલી જે સામાકાઠે રણછોડનગરમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતી હતી
  • શેખરે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી
  • સગીરાના વાલીની ફરિયાદ પરથી શેખર આહુજા સામે દુષ્કર્મ તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો – પી.આઈ. એમ. બી.ઔસુરા
Representative image
Representative image

Watchgujarat. શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સહેલીનાં કૌટુંબિક ભાઈએ લગ્નની લાલચ આપી સગીરાને શાળાના અવાવરૂ બાથરૂમમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણીને તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેને પગલે હાલ બી ડીવીઝન પોલીસે સુરતના નરાધમ સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની 15 વર્ષીય પુત્રીની સહેલી જે સામાકાઠે રણછોડનગરમાં સરસ્વતી સ્કૂલ પાસે રહેતી હતી. સગીરા અવારનવાર તેના ઘરે જતી હતી. જેમાં તેની ઓળખાણ સહેલીના સુરત રહેતા કાકાનાં દિકરા શેખર આહુજા સાથે થઈ હતી. શેખરે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં માર્ચ 2021થી 11 જૂનના સમયગાળામાં સગીરાને સ્કૂલની પાછળના ભાગે આવેલા અવાવરુ બાથરુમમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ સગીરા આરોપી પાસે સુરત ગઈ હતી. પરંતુ આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે અંગે પરિવારજનોને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એમ. બી.ઔસુરાએ સગીરાના વાલીની ફરિયાદ પરથી શેખર આહુજા સામે દુષ્કર્મ તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. અને હાલ આગળની તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતા સગીરાનું મેડિકલ કરાવવા તેમજ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સગીરાનાં પરિજનો ભારે ચિંતામાં મુકાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud