રાજકોટમાં (Rajkot) પારિવારીક મામલે પતિ અને ત્યાર બાદ પત્નીએ ઝેરના પારખા કરતા મચી ચકચાર
જેઠ-જેઠાણી પણ અમારા ઘરે રોકાવા આવે ત્યારે ચઢામણી કરતાં હોવાથી પતિ મને મારકૂટ કરતાં – પત્ની
તું મને જોઇએ જ નહિ, મારે તારી સાથે છુટુ કરી નાંખવું છે – પતિ
Watchgujarat. શહેરના આજીડેમ બગીચામાં 5 દિવસ પૂર્વે મૂળ બાબરાના થોરખાણ ગામના યુવાને પત્ની તેમજ મહિલા પોલીસના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકના ભાઈએ ભાઈની પત્ની રૂ.15 લાખની માગણી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ગત સાંજે તેની પત્નીએ પણ પતિએ જ્યાં ઝેર પીધું હતું એ સ્થળે ઝેર પી લેતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યાં તેણીએ પતિ અને સસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની સામી ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચકરાવે ચડી છે. અગાઉ આજીડેમ પોલીસે પતિને ત્રાસ આપનાર પત્ની સહિત સાસરિયા સામે આપઘાત કરવાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે તેની પત્નીએ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઝેરી દવા પીનાર મિનાક્ષીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન અમરેલીના બાબરાના થોરખાણ ગામના મોહિત રાંક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયામાં થોરખાણ ગામે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. ત્યાં સાતેક મહિના રોકાય હતી. તે વખત મને સારી રીતે રાખી હતી. ત્યારબાદ સાસુ, સસરા ઘરકામ જેવી બાબતે મેણાટોણા મારતા હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતાં. જેઠ-જેઠાણી પણ અમારા ઘરે રોકાવા આવે ત્યારે ચઢામણી કરતાં હોવાથી પતિ મને મારકૂટ કરતાં હતાં. કરિયાવર પ્રશ્ને પણ મેણાટોણા મારી અવાર-નવાર મારકૂટ કરવામાં આવતી હતી.
ઉપરાંત કામકાજ કંઇ આવડતું નથી તેમ કહી બધાને વાત કરતાં હતાં. આ અંગે મેં પતિને વાત કરી તો તો ઉલ્ટા મને કહેવા લાગ્યા કે તું મને જોઇએ જ નહિ, મારે તારી સાથે છુટુ કરી નાંખવું છે. એ પછી મારા પતિ મને રાજકોટ મુકી ગયા હતાં. જેથી હું મારા મમ્મીના ઘર પાસે ભાડેથી એકલી રહેવા માંડી હતી. એ પછી મારા પતિ અને જેઠ-જેઠાણીનો ફોન આવ્યો હતો કે, તારા માવતરના ઘરેથી પૈસા લઇને જ પાછી આવજે નહિતર ન આવતી. અને પૈસા લઇને ન આવ તો મરી જજે તેમ કહેતાં પોતે આ પગલું ભરી મારી બહેન તેજલને જાણ કરતાં તે અને મારા બનેવી રમેશભાઇ આવી ગયા હતા. અને મને 108માં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
આજીડેમ પોલીસે મીનાક્ષીબેનની ફરિયાદ પરથી પતિ મોહિત મનસુખભાઇ રાંક, સાસુ ભાનુબેન, સસરા મનસુખભાઇ બચુભાઇ રાંક, જેઠ દિનેશભાઇ, જેઠાણી ઇલાબેન સામે આઇપીસી 498(ક), 323, 114 તથા દહેજધારાની કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધ્યો છે. જોકે મહિલાએ પતિ પર દહેજનો આરોપ લગાવ્યો છે. પણ તેની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં તે યુવકને ધમકાવતી હતી. અને યુવકના પરિવારજનોને પણ જેલમાં મોકલવાની ધમકી આપતી હતી. પોલીસે આ ઓડિયો ક્લિપની સત્યતા ચકાસ્યા વિના પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેને લઈને પતિ અને તેના પરિવારમાં કચવાટ જોવા મળી રહ્યો છે.