એક્ટિવાનાં ચાલક સાથે માથાકૂટ થયા બાદ આ પ્રયાસ કરવામાં આવ્યો
સદનસિબે એક્ટિવા ચાલક થોડો પાછળ ખસી જતા તેનો જીવ બચી ગયો હતો
ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેનો વિડીયો પણ વાયરલ થયો
WatchGujarat. શહેરનાં નામચીન શખ્સ જયરાજ દાવડાની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં તેણે એક્ટિવા ચાલકને હોન્ડા સિટી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જયરાજે એક્ટિવાનાં ચાલક સાથે માથાકૂટ થયા બાદ આ પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસિબે એક્ટિવા ચાલક થોડો પાછળ ખસી જતા તેનો જીવ બચી ગયો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેનો વિડીયો પણ વાયરલ થયો છે.
ગત વર્ષે પણ લોકડાઉન દરમિયાન જાહેર માર્ગ પર ગરબા રમવાનો વીડિયો વાયરલ થયો હતો. વિડીયોમાં જોવા મળનાર શખ્સ પણ જયરાજ દાવડા જ હોવાનું સામે આવ્યું હતું.
https://youtu.be/f6FjRvqRsCg
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક એક્ટિવા ચાલક ચારની આગળ પોતાનું સ્કૂટર ઊભું રાખી દે છે. જે બાદમાં તે કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે, તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હોય છે. દરમિયાન કાર ચાલક કારને થોડી સાઇડમાં લઈને સ્કૂટરને ટક્કર મારીને ગાડી મારી મૂકે છે. બીજી તરફ એક્ટિવા પર આવેલા શખ્સ પોતાનું સ્કૂટર ઊભું કરે છે. દરમિયાન જ કાર ચાલક અચાનક રિવર્સમાં પૂર ઝડપે કાર દોડાવે છે અને સ્કૂટર ચાલકને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે. જોકે, સ્કૂટર ચાલકની સમયસૂચકતાને કારણે તે બાજુ પર ખસી જતા તેનો જીવ બચી જાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે જયરાજ દાવડા વિરૂદ્ધ માલવિયાનગર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. જેમાં કાર ચાલકે કારમાં રહેલું હથિયાર બતાવી ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અરજી મામલે હાલ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને ગણતરીનાં દિવસોમાં નામચીન જયરાજ આ ગુના માટે પોલીસ લોકઅપમાં આવી જશે. જોકે આ પ્રકારના અસામાજીક તત્વોની આવી હિંમત ક્યાંક ને ક્યાંક પોલીસની ધાક ઓસરી હોવાની ચાડી ખાય છે.