• રાજકોટમાં છાત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલા રોબોટને કારણે ખેતીકામમાં સરળતા રહેશે
  • હું પિતા સાથે ગામડે જતો અને ત્યાં જોયું કે કોરોનાના કારણે ખેતીકામમાં મજૂરો ન મળતાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. જેને લઇને રોબોટ બનાવવાનો વિચાર આવ્યો – રાહુલ યાદવે
  • રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટ હોઈ કોઈપણ ખેડૂત ઘરેબેઠા રોબોટ ઓપરેટ કરી શકે

કુલીન પારેખ. શહેરની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગનાં છાત્રોએ અનોખો કમાલ કરી બતાવ્યો છે. જેમાં તેઓએ ‘E-Farming’ રોબોટ તૈયાર કર્યો છે. રાહુલ યાદવ, સાક્ષી મલકાણ, કૃપાલી વાઘેલા તેમજ અંકિત ચુડાસમાએ માત્ર 6-8 મહિનામાં તૈયાર કરેલા આ રોબોટની ખાસિયત છે કે, તે કોઈપણ માણસની મદદ વિના ખેતી માટે અત્યંત જરૂરી એવા બિયારણ-વાવેતરથી લઈ પાક ઉતારવાનું કામ કરી શકે છે. પહેલી નજરમાં રમકડાં જેવો લાગતો આ રોબોટ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની શકે તેમ છે. અને એ કારણે જ તેને ‘E-Farming રોબોટ’ એવું નામ આપવામાં આવ્યું છે.

આ અંગે વિગતો આપતા ભાવનગરનાં જેસર ગામના રાહુલ યાદવે કહ્યું હતું કે, હું પિતા સાથે ગામડે જતો અને ત્યાં જોયું કે કોરોનાના કારણે ખેતીકામમાં મજૂરો ન મળતાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. અને તેને જ લઈને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. અને પછી સાક્ષી મલકાણ, કૃપાલી વાઘેલા અને અંકિત ચુડાસમા સાથે મળીને આ રોબોટ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં નોડ એમસીયું, આરડીનો સર્વો નોટ તેમજ ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે.

આ રોબોટની કામગીરી વિશે જણાવતા રાહુલ કહે છે કે, ‘E-Farming રોબોટ’ પ્રથમ 1 ફૂટ ચાલશે બાદમાં આર્મ્સ નીચે આવી બંને બાજુથી ડ્રિલિંગ કરશે. એવી જ રીતે ફરી આર્મ્સ ઉપર આવી જશે અને 1 ફૂટ ચાલી ફરીથી ડ્રિલિંગ કરશે. જ્યાં સીમાડો(અંત) આવે છે ત્યાં અલ્ટ્રાસોનિક સેન્સર મૂક્યું હોવાથી ત્યાંથી આ રોબોટ ટર્ન થઈ જશે. જ્યારે છોડ મોટા થાય અને દવાઓનો છંટકાવ કરવાનો હોય ત્યારે માત્ર એક સ્વીચ ઓન કરી દેતા જ રોબોટ ડ્રિલિંગની જેમ આ કામ પણ કરી આપે છે.

ત્યારબાદ જ્યારે પાક ઉતારવાનો સમય આવશે ત્યારે રોબોટ તેનામાં રહેલા કેમેરાથી સ્કેન કરશે. જો પાકી ગયેલું જણાશે તો તેને કટ કરીને બાસ્કેટમાં મૂકી દેશે. આ રોબોટ ઓપરેટ કરવા માટે એક એપ્લિકેશન પણ બનાવી છે. સાથે રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટ હોઈ કોઈપણ ખેડૂત ઘરેબેઠા રોબોટ ઓપરેટ કરી શકે છે. રોબોટમાં કુલ બે સ્વિચ પણ રાખવામાં આવી છે. જેને ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર ઉપરાંત દવા છંટકાવ વગેરે કામો સરળતાથી કરી શકાતા હોવાનો દાવો પણ રાહુલે કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud