• રાજકોટમાં નંદનવન સોસા.માં રહેતાં 8 વર્ષીય સૌરભ સિધ્‍ધરાજ ભૂલને આજે વહેલી સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડાયો
  • પ્રાથમિક પુછતાછમાં સૌરભ રમતાં રમતાં પડી જતાં માથામાં તેમજ શરીરે ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયાનું જણાવાયું
  • પોલીસના પંચનામામાં બાળકની શરીરે ઘાવના નિશાન જોવા મળતા શંકા ઉપજી
  • પોલીસે શાંતિપુર્વક જે બન્‍યું હોય તે જણાવી દેવા કહેતાં પિતાએ સાંજે દિકરાને પોતે લાકડીથી ફટકાર્યો હોવાનું કાબુલ કર્યું

WatchGujarat. શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક નંદનવન સોસાયટીમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં મારવેલ હોસ્‍પિટલ પાસે રહેતાં અને ત્‍યાં ચોકીદારી કરતાં મુળ નેપાળના યુવાને ગત સાંજે પોતાના 8 વર્ષના પુત્રને જમવા ન બેસતો હોઇ તેમજ પોતાનું કહ્યું માનતો ન હોઇ અને તોફાન કરતો હોઇ લાકડીથી ફટકાર્યો હતો. જમી લીધા બાદ આ ટેણીયો ફરી તોફાને ચડતાં પિતા ફરી તેને મારવા માટે દોડતાં તે પડી જતાં ઇજા થતા તે સુઇ ગયો હતો. દરમિયાન મોડીરાત્રે બાળકની તબિયત લથડતા તેને હોસ્‍પિટલે ખસેડાયો હતો. પરંતુ ત્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે આ બાળકનું મોત પિતાના મારથી થયું છે કે પડી જતા થયેલી ઇજાથી ? તે જાણવા બાળકનાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://youtu.be/h_R2FMiWXaM

જાણવા મળતી વિગતો મુજબ, નંદનવન સોસા.માં રહેતાં 8 વર્ષીય સૌરભ સિધ્‍ધરાજ ભૂલને આજે વહેલી સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં સૌરભ રમતાં રમતાં પડી જતાં માથામાં તેમજ શરીરે ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયાનું જણાવાયું હતું. જેને લઈને હોસ્પિટલ ચોકીમાં તે મુજબની એન્ટ્રી થઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો.

પોલીસે પંચનામા માટે સૌરભનાં મૃતદેહનું નિરિક્ષણ કરતાં તેના શરીર પર પડખામાં, જમણા સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે, ડાબા પગના સાથળ પાસે, ડાબા સાથળ પાસે અને શરીરનાં બીજા ભાગોમાં માર મારવામાં આવ્‍યો હોય તેવા ચાંભા અને નિશાનો જોવા મળતાં શંકા ઉપજી હતી. જેને પગલે પોલીસે સૌરભનાં પિતા સિધ્‍ધરાજ બીરખાભાઇ ભૂલની પુછતાછ કરતાં પહેલા તો તેણે દિકરો રમતાં રમતાં પડી ગયાની વાત પકડી રાખી હતી. પરંતુ એ પછી પોલીસે શાંતિપુર્વક તેને જે બન્‍યું હોય તે જણાવી દેવા કહેતાં તેણે સાંજે દિકરાને પોતે લાકડીથી ફટકાર્યો હોવાનું કાબુલ કર્યું હતું. જો કે સાથે જ આ દરમિયાન પુત્ર પડી જતા તેને ઇજા થયા બાદ સુઈ ગયો હોવાનું જણાવ્યું હતું. અને આ ઈજાના કારણે મોત થયાનું રટણ કરતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud