ચાર જેટલી મહિલાઓએ વિવિધ રીતે જ્વેલર્સને ઉલઝાવીને દાગીનાની ચોરી કરી
એક મહિલા જ્વેલરને વાતોમાં ઉલઝાવીને રાખ્યો તો અન્યએ અગાઉથી કરેલી ગોઠવણ મુજબ ધ્યાન રાખ્યુ
એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોની બજારમાં માત્ર ચાર દિવસ અગાઉ જ વેપારીનું 70 તોલા સોનું લઇ એક બંગાળી મેનેજર ફરાર થઈ ગયો હોવાની ઘટના પણ સામે આવી
WatchGujarat. શહેરની સોની બજારમાં ફરી એક વખત દુપટ્ટા ગેંગનો આતંક સામે આવ્યો છે. આ ગેંગની ચાર જેટલી મહિલાઓએ સોની બજારમાં આવેલ શક્તિ જ્વેલર્સમાંથી ચારથી પાંચ કિલો ચાંદીના દાગીનાના ડબ્બાની ચોરી કરી હતી. જેમાં ત્રણેક મહિલાઓએ વેપારીને વાતોમાં રાખ્યો હતો. અને ચોથી મહિલાએ સિફતથી તિજોરીમાંથી ચાંદીના દાગીના ભરેલો ડબ્બો તફડાવી લીધો હતો. ધોળે દિવસે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે.
https://youtu.be/kdYmqcjrDu8
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર મહિલાઓ શક્તિ જ્વેલર્સમાં ખરીદી કરવાના બહાને પ્રવેશ કરે છે. બાદમાં આ પૈકી એક મહિલા વેપારીને ખરીદી મામલે પોતાની વાતોમાં વ્યસ્ત રાખે છે. અને અન્ય બે મહિલા દ્વારા ચોથી મહિલા ચોરી કરી શકે અને વેપારીની નજર ચોરી કરતા સમયે મહિલા પર ના પડે તે બાબતનું ધ્યાન રાખી રહી છે. અને ચોથી મહિલા તિજોરીમાંથી ચોરી કરી રહી છે. સમગ્ર મામલે દુકાન માલિક અનિલ મૂંધવા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોની બજારમાં માત્ર ચાર દિવસ અગાઉ જ વેપારીનું 70 તોલા સોનું લઇ એક બંગાળી મેનેજર ફરાર થઈ ગયો હોવાની ઘટના પણ સામે આવી હતી. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે આજે દુપટ્ટા ગેંગની મહિલાઓ દ્વારા ચાંદીનાં દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. આમ સોની બજારમાં અવારનવાર ચોરી તેમજ છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરી આવા ગુનેગારોને કડક સજા કરવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.