• વાંધો માન્ય રહ્યો તો મોટાભાગના ફોર્મ રદ થવાની શક્યતા
  • ઉમેદવારોના ફોર્મ ‘ક’ અને ‘ખ એમ બે પ્રકારના આવતા હોય છે.
  • ફોર્મમાં પક્ષના પ્રદેશ પ્રમુખ તેમજ ઇન્ચાર્જએ સહી કરવી ફરજિયાત હોય છે
  • કોંગી ઉમેદવારોનાં ફોર્મમાં પ્રદેશ પ્રમુખ કે ઇન્ચાર્જની સહી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે કોંગ્રેસના બાકી રહી ગયેલા ઉમેદવારોએ ભારે ખેંચતાણ બાદ ફોર્મ ભર્યા હતા. જેમાં પણ મેન્ડેટની માથાકૂટને કારણે અમુક ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપે એક મહત્વનો દાવ ખેલ્યો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. જો ભાજપનો આ વાંધો માન્ય રાખવામાં આવ્યો તો કોંગ્રેસનાં મોટા ભાગના ઉમેદવારોના ફોર્મ રદ્દ થાય તેવી સંભાવના છે. જેને લઈને સોમવારે મોટી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભાજપનાં સ્થાનિક દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજે આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, ઉમેદવારોના ફોર્મ ‘ક’ અને ‘ખ એમ બે પ્રકારના આવતા હોય છે. જેમાં “ક” નામના ફોર્મમાં ઉમેદવારે સહી કરવાની હોય છે. જયારે “ખ” નામના ફોર્મમાં જે – તે પક્ષના પ્રદેશ પ્રમુખ તેમજ ઇન્ચાર્જએ સહી કરવી ફરજિયાત હોય છે. તેમ છતાં કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ તો ભર્યા છે, પરંતુ તેમાં પ્રદેશ પ્રમુખ કે ઇન્ચાર્જની સહી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના વોર્ડ નંબર 13નાં મહિલા કાર્યકર સરોજબેન રાઠોડને કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા તેમણે પુત્ર રાકેશભાઇ રાઠોડને અપક્ષમાંથી ફોર્મ ભરાવ્યું છે. અને હીનાબેન વડોદરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને NCP માંથી ઉમેદવારી પણ નોંધાવી છે. ઉપરાંત વોર્ડ નંબર 2 નાં ઉમેદવાર મનીષાબા વાળાને બદલે દિવ્યાબા હરપાલસિંહ જાડેજાને મેન્ડેટ મળી જતા તેમણે ઉમેદવારી નોંધાવી છે.

તો વોર્ડ નંબર 14 માંથી ઉમેદવારી નોંધાવનાર માણસુરભાઇ વાળાને બદલે મયુરસિંહ પરમારના નામે મેન્ડેટ આવતા તેમણે ફોર્મ ભર્યું છે. આ તમામ બાબતોનાં કારણે કોંગ્રેસને મોટું નુકસાન થવાની સંભાવના છે. ત્યારે હવે ભાજપને મળેલી આ જાણકારીને આધારે સોમવારે જ સ્કુટીમાં વાંધો લેવામાં આવશે. જો આ વાંધો માન્ય રાખવામાં આવશે તો કોંગ્રેસના ઘણા ખરા ઉમેદવારોના ફોર્મ રદ થઈ જવાની પણ શક્યતા હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud