• નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર કર્મચારીઓ રાતના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ
  • બહારથી દરવાજો બંધ હોવાને કારણે 8 કર્મચારીઓ દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા
  • દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની હોવાનું અને ઘણા સમયથી આ રિસોર્ટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હોવાનું સામે આવ્યું

Watchgujarat. શહેરના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પાછળના રૂમમાં આગ ફાટી નીકળતા અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. અને તમામને 108 મારફત સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આગ લાગી ત્યારે બહારથી દરવાજો બંધ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અને આગ લાગી કે લગાડવામાં આવી છે, તેને લઈ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર કર્મચારીઓ રાતના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. તેમ છતાં પણ બહારથી દરવાજો બંધ હોવાને કારણે 8 કર્મચારીઓ દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. જો કે દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની હોવાનું અને ઘણા સમયથી આ રિસોર્ટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

બીજીતરફ રિસોર્ટમાં કામ કરતા અને રિસોર્ટની પાછળ રૂમમાં રહેતા કર્મચારીઓનો સામાન આગમાં ખાખ થઇ ગયો છે. સાથી કર્મચારીઓએ દાઝેલા કર્મચારીઓને મહા મુસીબતે રૂમની બહાર કાઢ્યા હતા. બહાર રૂમનો દરવાજો બંધ હોવાથી ધૂમાડાના ગોટાને કારણે 8 કર્મચારીઓને ગુંગળામણ થતા આગની ઝપેટમાં આવી ગયા હતા. રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો તે તપાસનો વિષય છે. ત્યારે આગ લાગવા પાછળનું સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ આગ આકસ્મિક લાગી કે કોઈએ લગાડી તે અંગે પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

દાઝેલા કર્મચારીઓના નામ

  1. રાજુભાઇ લબાના
  2. લોકેશ લબાના
  3. હિતેશ લબાના
  4. દેવીલાલ લબાના
  5. લક્ષ્મણ લબાના
  6. દિપક લબાના
  7. શાંતિપ્રસાદ લબાના
  8. ચિરાગ લબાના
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud