• સૌરાષ્ટ્રની પહેલી પાયલટ ટ્રેઇનીંગ રાજકોટમાં ખુલે તેવી પ્રબળ શકયતા
  • ઇન્ફિનફ્લાઇ એવિએશન લિમિટેડે રાજકોટ એરપોર્ટ ઉપર પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ બનાવવા માટે રસ દાખવ્યો
  • ત્યારે ડોક્ટર અને એન્જિનિયરની સાથે યુવાનો પાયલોટ બનવા માટે આગળ વધી શકે તે માટે અમે રાજકોટની પસંદગી કરી – કોમર્શિયલ પાયલોટ પ્રતીક

Watchgujarat. સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટને વધુ એક મોટી ભેંટ મળવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ માટે રાજકોટ એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદથી 3 પાઈલોટની ટીમ આજે રાજકોટ આવી હતી. તેમજ અધિકારીઓ સાથે મીટિંગ કરી એરપોર્ટ પર સર્વે કર્યો હતો. ત્યારે જો બધું યોગ્ય જણાશે તો ટૂંક સમયમાં જ આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટમાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ બનશે તો સૌરાષ્ટ્રનાં યુવાનોને ઘરઆંગણેથી પાયલોટ બનવાની તક મળશે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ઇન્ફિનફ્લાઇ એવિએશન લિમિટેડે રાજકોટ એરપોર્ટ ઉપર પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ બનાવવા માટે રસ દાખવ્યો છે. એટલું જ નહીં આ માટે કંપનીનાં અમદાવાદના ત્રણ પાયલોટ્સે એરપોર્ટની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે એરપોર્ટની સુવિધાથી સંતુષ્ટ હોવાનું કહ્યું હતું. સાથે જ અન્ય પરિબળો અનુકૂળ હેશે તો છ એક મહિનામાં એરપોર્ટ પર સૌરાષ્ટ્રની પ્રથમ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થવાની શક્યતા પણ જોવા મળી છે.

આ ટીમનાં કોમર્શિયલ પાયલોટ પ્રતીકે જણાવ્યું હતું કે,  રાજકોટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે, તે સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે. સૌરાષ્ટ્રમાં હજી સુધી ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ નથી. જેને કારણે હાલ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે દૂર જવું પડે છે. ત્યારે ડોક્ટર અને એન્જિનિયરની સાથે યુવાનો પાયલોટ બનવા માટે આગળ વધી શકે તે માટે અમે રાજકોટની પસંદગી કરી છે. આજે થયેલા સર્વેમાં એરક્રાફ્ટ પાર્ક કરવા માટેની જરૂરી જગ્યા સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે આ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા માટે 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગવાની શક્યતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud