BJP ને 50ને બદલે 43 અને કોંગ્રેસને 17ને બદલે 22 સીટો મળવાની શક્યતા બુકીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી
રાજકોટમાં ચૂંટણી બાદ સટ્ટા બજારમાં ભાવોમાં મોટી વધઘટ સામે આવી
WatchGujarat કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન ધારણાથી ઓછું થયું છે. જેને લઈને સટ્ટા બજારમાં ઉથલપાથલ થઈ છે. જેમાં BJP ને 50ને બદલે 43 અને કોંગ્રેસને 17ને બદલે 22 સીટો મળવાની શક્યતા બુકીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આમ આદમી પાર્ટીનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તો વધુમાં હવે કેટલાક ઉમેદવારોનાં ભાવ પણ ખુલ્યા છે. અને લોકો મનપસંદ ઉમેદવાર પર દાવ લગાવી રહ્યા છે.
રાજકોટમાં ચૂંટણી બાદ સટ્ટા બજારમાં ભાવોમાં મોટી વધઘટ સામે આવી છે. અગાઉ બુકીઓ ભાજપને 50 સીટો આવે તેવી ધારણા બાંધતા હતાં. પરંતુ મતદાન બાદ બુકીઓ ભાજપને 43 સીટ આવશે તેવુ અનુમાન દર્શાવી રહ્યાં છે. સટ્ટા બજાર સાથે સંકળાયેલા સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પહેલા ભાજપને 50 સીટ આવશે અને 52 સીટ નહી આવે તે મુજબનાં ભાવો ખુલ્યા હતાં. પરંતુ ધારણા મુજબ મતદાન નહી થતા હવે ભાજપને 43 સીટ આવશે અને 45 સીટ નહી આવે તે પ્રમાણેના ભાવો ખુલ્યા છે.
બીજીતરફ ચૂંટણી બાદ સટ્ટા બજારમાં કોંગ્રેસ મજબુત બની છે. ચૂંટણી પહેલા બુકીઓએ કોંગ્રેસને 17 સીટ આવશે અને 19 સીટ નહી આવે તે પ્રમાણેના ભાવ ખોલ્યા હતાં પરંતુ ચૂંટણી બાદ હવે બુકીઓ કોંગ્રેસને 22 સીટ આવશે તેવી ધારણા મૂકી છે. હવે કોંગ્રેસને 22 સીટો મળશે 24 સીટ નહી મળે તે પ્રમાણને ભાવ બુકીઓએ ખોલ્યા છે. જો કે સટ્ટા બજારમાં 'આપ'નાં ભાવ સ્થિર રહ્યાં છે. ચૂંટણી પહેલા બુકીઓએ આપને 5 સીટ આવશે સાત સીટ નહી આવે તે પ્રમાણેના ભાવ ખોલ્યા હતાં. જેમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.
આ ઉપરાંત બુકી બજારનાં સુત્રોનાં જણાવ્યા મુજબ, કેટલાંક દિગ્ગજ ઉમેદવારોનાં ભાવો ખુલ્યા છે. જેમાં કોંગ્રેસમાંથી એકમાત્ર અતુલ રાજાણીનો 40 પૈસાનો ભાવ ખુલ્યો છે. તો ભાજપનાં જૈમીન ઠાકરનાં 50 પૈસા, કેતન પટેલનાં 50 પૈસા, પરેશ પીપળીયાનાં 52 પૈસા, વર્ષાબેન પાંધીનાં 50 પૈસા, નેહલ શુકલના 50 પૈસા, જીતુ કોટડીયાનાં 55 પૈસા વગેરે ભાવ ખુલ્યા છે. ઓછા મતદાનની વચ્ચે પાટીદાર વિસ્તારોમાં થયેલું વધુ મતદાન કોંગ્રેસને મોટો ફાયદો કરાવે તેવી ધારણા બુકી બજાર રાખતી હોવાને કારણે ભાજપની સીટોમાં ઘટાડો અને કોંગ્રેસની સીટો વધી છે.