• 3 મિત્રો જેતપુરના જોડિયા હનુમાન પાસે ભાદર નદીના નારપાટ ડેમમાં ન્હાવા ગયા
  • એક યુવક ડૂબવા લાગતા બાકીના બંને તેને બચાવવા ઉંડા પાણીમાં ગયા
  • ડેમમાં એક લાશ તરતી જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી

Watchgujarat. જેતપુરના જોડિયા હનુમાન પાસેથી ભાદર નદીના નારપાટ ચેકડેમમાં ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા. દરમિયાન એક મિત્ર પાણીમાં ડૂબવા લાગતા બાકીના બંને મિત્રો તેને બચાવવા ઉંડા પાણીમાં ગયા હતા. જો કે કમનસીબે તેઓ મિત્રને બચાવી શક્યા નહોતા. અને પોતે પણ ઉંડા પાણીમાં ગરકાવ થતા મોતને ભેંટ્યા છે. ત્રણેય ડૂબ્યા હોવાની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તો માત્ર એક મિત્રની લાશ મળી હતી. જયારે મોડી સાંજે બાકીના બંને મિત્રોની પણ લાશ મળી આવી હતી. આ ઘટનાને લઈને ત્રણેયનાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ પૈકી બે યુવકો તો માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત અનુસાર, 18 વર્ષીય સાહિલ ધર્મેશભાઈ મકવાણા, 19 વર્ષીય સુમિત સોલંકર મરાઠી તેમજ 18 વર્ષીનો પંકજ વાસવાણી નામના 3 મિત્રો જેતપુરના જોડિયા હનુમાન પાસે ભાદર નદીના નારપાટ ડેમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન એક યુવક ડૂબવા લાગતા બાકીના બંને તેને બચાવવા ઉંડા પાણીમાં ગયા હતા. જો કે આ બંને મિત્રને તો બચાવી શક્યા નહોતા અને પોતે પણ ડૂબી ગયા હતા.

દરમિયાન ડેમમાં એક લાશ તરતી જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ ઉપરાંત ફાયર વિભાગનો કાફલો પણ દોડી ગયો હતો. અને આ લાશને બહાર કાઢી હતી. આ મૃતકની ઓળખ સાહિલ મકવાણા તરીકે થઈ હતી. તેમજ તેની સાથે તેના મિત્રો સુમિત અને પંકજ પણ હોવાની હકીકત સામે આવી હતી. સાથે જ ડેમ નજીક બે બાઈક અને મોબાઈલો પણ મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન સુમિત અને પંકજ પણ ઘરે નહીં પહોંચ્યા હોવાનું સામે આવતા પોલીસે ફાયર વિભાગની મદદથી ડેમમાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બંને બાઈક અને મોબાઈલો પણ કબ્જે લીધા હતા. અને બાદમાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં ત્રણેય પરિવારો સહિત આસપાસનાં લોકોમાં શોકનો માહોલ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud