• સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 471 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 184 દર્દી દાખલ
  • રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલો સહિત મ્યુકોરમાઇકોસિસના હાલ 1000થી વધુ દર્દીઓ આ કોરોનાથી વધુ ઘાતક અને બિહામણી મહામારી સામે ઝઝુમી રહ્યા છે
  • રાજકોટ શહેના 40 ટકા ઉપરાંત જિલ્લાના અને અન્ય જિલ્લાના કુલ 60 ટકા દર્દી આવી રહ્યા છે

WatchGujarat. શહેરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર સતત વધી રહ્યો છે. આ રોગમાં સારવાર લાંબી હોવાથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓ કરતા નવા કેસોની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં મ્યુકરમાઇકોસીસની હાલની પરિસ્થિતિને લઈ સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ મ્યુકરનાં રોજ 9-10 કેસ સામે 18-20 દર્દીઓની સર્જરી કરાઈ રહી છે. અને અત્યાર સુધીમાં 342 ઓપરેશન કરાયા છે.

સિવિલ અધિક્ષકનાં કહેવા મુજબ, મ્યુકરની સર્જરી માટે હાલ નિષ્ણાત ડોક્ટરોની ટીમ રાખવામાં આવી છે. અને 471 દર્દી સારવાર હેઠળ છે. જો કે આ પૈકી 184 દર્દીઓની તબિયત સ્ટેબલ છે. સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી આસપાસના જિલ્લામાંથી પણ અહીં કેસો આવી રહ્યાં છે. જેને લઈ નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજીતરફ મ્યુકર માટેની સારવારનો સમયગાળો વધુ હોવાથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓ સ્વાભાવિક રીતે ઓછા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં મ્યુકર માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. એક બેડ ફુલ થઈ જતાં તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 471 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 184 દર્દી દાખલ છે. ઉપરાંત સિવિલમાં દરરોજ 30થી વધુ દર્દીઓની ઓપીડી પણ કરવામાં આવે છે. સાથે જ આ માટે જરૂરી ઇન્જેક્શન અને દવાઓ હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

કોરોના વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર લગભગ પુરી થઈ ચૂકી છે. તેમજ ત્રીજી લહેર આવે કે ન આવે અમે તૈયાર છીએ. આ માટે જ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કેપેસિટી વધારી દેવામાં આવી છે. અને મેન્ટનન્સ કરાઈ રહ્યું છે. સાથે સાથે બેડ, આઈસીયુની કેપેસિટી બધું જ વધારી રહ્યા છીએ. આ લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાની શંકા હોવાથી બાળકો માટે ખાસ બેડ ઉભા કરાયા છે. આમ ત્રીજી લહેર માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પ્રાઈવેટ હોસ્પિટલો સહિત મ્યુકોરમાઇકોસિસના હાલ 1000થી વધુ દર્દીઓ આ કોરોનાથી વધુ ઘાતક અને બિહામણી મહામારી સામે ઝઝુમી રહ્યા છે. સિવિલમાં  દરરોજ સરેરાશ 10થી 15 દર્દીઓને દાખલ કરાય છે. જેમાં રાજકોટ શહેના 40 ટકા ઉપરાંત જિલ્લાના અને અન્ય જિલ્લાના કુલ 60 ટકા દર્દી આવી રહ્યા છે. જેમાં પણ ગીરસોમનાથ – જૂનાગઢ જિલ્લામાંથી અન્ય જિલ્લા કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં કોરોનાનો રિકવરી રેટ 98% તો મ્યુકોરમાઇકોસિસનો માત્ર 4% હોવાથી તંત્રમાં દોડધામ ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud