• સવારે 6 વાગ્યા આસપાસ અંજનાબેન નાથાણી નામનાં મહિલા અન્ય એક મહિલા સાથે નિત્યક્રમ મુજબ ચાલીને જતા હતા
  • હંસરાજનગર પાસે રેલનગરના નાલા પાસે ચાલીને જતી બે મહિલાઓને આરોપીએ પોતાનો શિકાર બનાવી
  • મહિલા યુવક સુધી પહોંચે તે પહેલાં જ આ યુવક એક્ટિવા લઈને ફરાર થઈ ગયો

Watchgujarat. શહેરમાં ગુણખોરીએ ફરી માથું ઉંચકયું હોય તેમ ધોળે દિવસે ચિલઝડપની એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના હંસરાજનગર પાસે રેલનગરના નાલા પાસે ચાલીને જતી બે મહિલાઓને આરોપીએ પોતાનો શિકાર બનાવી હતી. અને ગળામાંથી મંગળસૂત્ર તેમજ સોનાના ચેઈનની ચીલઝડપ કરી પોતાના એક્ટિવા પર નાસી છૂટ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. જો કે ઘટનાનો ભોગ બનનાર મહિલાએ આ ઘટના લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠવનારી હોવાનું કહ્યું હતું.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આરોપી એક નંબર પ્લેટ વિનાનું એક્ટિવા પાર્ક કરે છે. બાદમાં થોડે દૂર જઈ ચાલીને જતી મહિલાના ગળામાંથી ચેઈન અને મંગળસૂત્ર ખેંચી દોડવા લાગે છે. જેને લઈને તેને પકડી લેવા બંને મહિલાઓ પણ પાછળ દોડે છે. જો કે ત્યાં સુધીમાં આ યુવાન પોતાના એક્ટિવા સુધી પહોંચી જાય છે. અને બાદમાં ફરી એક્ટિવા લઇ નાસી છૂટે છે. જેની પાછળ ભોગ બનનાર મહિલા બૂમો પાડતી રહી જાય છે. હાલ મહિલાએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સવારે 6 વાગ્યા આસપાસ અંજનાબેન નાથાણી નામનાં મહિલા અન્ય એક મહિલા સાથે નિત્યક્રમ મુજબ ચાલીને જતા હતા. દરમિયાન અચાનક એક અજાણ્યો યુવક આવી ચડ્યો હતો. તેમજ બાજુમાંથી પસાર થતો આ યુવક અંજનાબેનનાં ગળામાંથી સોનાનો ચેન – મંગળસૂત્રની ચિલઝડપ કરી નાસી છૂટ્યો હતો. અને મહિલા યુવક સુધી પહોંચે તે પહેલાં જ આ યુવક એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ આ વિસ્તારમાં રેકી કરી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલ તો ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud