• રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ દિવ્યાંગો પ્રત્યે માનવતા દાખવી આવકારદાયક પહેલ કરી
  • દિવ્યાંગ અરજદારોને પહેલા માળ સુધી પહોંચવું ન પડે અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે હવેથી જાતે જ નીચે આવવાનો નિર્ણય
  • જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા પાસે મોબાઈલ નંબર સાથેનું બેનર મુકાયું છે, ફોન કરતાં ડીડીઓ દિવ્યાંગ પાસે નીચે આવશે

WatchGujarat. જિલ્લા પંચાયતમાં લિફ્ટની વ્યવસ્થા ન હોવાથી સૌથી વધુ દિવ્યાંગોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે દિવ્યાંગ અરજદારને પગથિયાં ન ચડવા પડે માટે હવેથી જિલ્લા વિકાસ અધિકારી પોતે નીચે ઉતરી દિવ્યાંગોને મળશે. જિલ્લા પંચાયત કચેરી ખાતે લિફ્ટની વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલી થતી હોય છે. તેમાં પણ સૌથી વધુ દિવ્યાંગોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ઘણી વખત સહારો ન મળે તો દિવ્યાંગોને કલાકો સુધી રઝળવાનો વારો આવતો હોય છે. ત્યારે DDOની આ અનોખી પહેલની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સાથે RTOએ પણ લર્નિંગ લાયસન્સ લેવા ઇચ્છતા દિવ્યાંગોને કોઈપણ વારે એપોઇન્ટમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ દિવ્યાંગો પ્રત્યે માનવતા દાખવી આવકારદાયક પહેલ કરી છે. જેમાં દિવ્યાંગ અરજદારોને પહેલા માળ સુધી પહોંચવું ન પડે અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે હવેથી જાતે જ નીચે આવવાનો નિર્ણય લીધો છે. આ માટે જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા પાસે મોબાઈલ નંબર સાથેનું બેનર મુકાયું છે. જેમાં ફોન કરતાં ડીડીઓ દિવ્યાંગ પાસે નીચે આવશે. જો તેઓ હાજર નહીં હોય તો ડેપ્યુટી ડીડીઓ અથવા તેમના પીએ નીચે આવી અરજદારને મ‌‌‌ળશે.

આ અંગે દેવ ચૌધરીએ કહ્યું હતું કે, કોઈ દિવ્યાંગોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેનો ત્વરિત અમલ પણ શરૂ કરી દેવાયો છે. સાથે જ જિલ્લાના દરેક ટીડીઓને પણ આ અંગેનો આદેશ કરવામાં આવશે. જેથી તાલુકા મથકે પણ કોઈ દિવ્યાંગ અરજદાર પરેશાન નહીં થાય. નવનિયુક્ત દેવ ચૌધરી દ્વારા ટૂંક સમયમાં જ દિવ્યાંગોની મુશ્કેલી પારખી લઈ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવતા સૌકોઈ તેઓનાં આ નિર્ણયને વખાણી રહ્યા છે.

દિવ્યાંગ કોઈપણ વારે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ મેળવી શકશે

બીજીતરફ આરટીઓ દ્વારા પણ દિવ્યાંગો માટે આવો જ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિ હવે કોઈપણ વારે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ મેળવી શકશે. આ કામગીરી આઈટીઆઈ, સરકારી પોલિટેક્નિક કચેરી ખાતે કરાશે. ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજીનો સ્વીકાર કરાય છે. અરજી સાથે અરજદારે નક્કી કરાયેલા પુરાવા તેમજ સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે. દસ્તાવેજોની ચકાસણી માટે અરજદારે ટેસ્ટ માટેની એપોઈન્ટમેન્ટના દિવસે દસ્તાવેજોની ચકાસણી માટે આઇટીઆઇ સરકારી પોલિટેક્નિક ખાતે જવાનું રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud