શહેરના માલવિયાનગર પોલીસના PSI સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ભરવાડ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો
પોલીસે 11 જેટલા શખ્સો સામે નામજોગ અને સાત અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી
પોલીસે હાલમાં પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી
WatchGujarat. શહેરના માલવિયાનગર પોલીસના PSI સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ભરવાડ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો. જે અંતર્ગત પોલીસે 11 જેટલા શખ્સો સામે નામજોગ અને સાત અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ પૈકી હાલમાં પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા, ગેલા સામંત શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજી કરંગીયા અને પિયુષ કાંતિ ચૌહાણ સામેલ છે. આજે પોલીસે આ પાંચેય આરોપીઓને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. દરમિયાન આ દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આરોપીઓએ આ તકે બે હાથ જોડીને પોતે કરેલા કૃત્ય બદલ માફી માંગી હતી.
આ બનાવ અંગેની જાણકારી આપવા માટે ડીસીપી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ હાલ ઉપરોક્ત પાંચ આરોપીઓ જ ઝડપાયા છે. જ્યારે રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, લાલો સંગ્રામ મીર, છગન સંગ્રામ મીર, કરશન સોંડા જોગરાણા, રતુમધા મીર અને નવધણ ધના જોગરાણા સહિત સાત અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
ગત તારીખ 3નાં રોજ માલવીયાનગર પોલીસ ગોંડલ રોડ 150 ફૂટ રિંગરોડ નજીક કુકી ભરવાડ અને તેના માણસોને ઝડપી પાડવા માટે પહોંચી હતી. જ્યાં કુકી ભરવાડ તથા તેના સાથીઓએ પોલીસ ઉપર સોડાની બોટલો ફેંકી ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. આ દરમિયાન આડેધડ બોટલોના ઘા થતા પીએસઆઇ ઝાલાને માથામાં ઇજા પહોંચી હતી. અને લોહીલુહાણ થઇ ગયા હતા. છતાં માલવિયાનગર પોલીસે રાજ ઉર્ફે કૂકીને દબોચી લીધો હતો.
પીએસઆઇ ઝાલાને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમને માથાના ભાગે 4 ટાંકા આવ્યા હતા. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના ઉપર હુમલો થયા હોવા છતાં અને લોહી લુહાણ થઇ ગયા હોવા છતાં પીએસઆઇ વી.કે ઝાલા અને તેમની ટીમના મશરીભાઈ ભેટરીયા સહિતના પોલીસ કર્મીઓએ હિંમતભેર આરોપીઓનો સામનો કરી તેમને ઝડપી પાડવા બદલ રૂપિયા ત્રણ હજારનું રોકડ ઇનામ જાહેર કર્યું છે.