• સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું
  • છેલ્લા કેટલાક દિવસોથી પોઝીટીવ કેસની સાથે-સાથે મૃતકોની સંખ્યા પણ વધી રહી
  • આજરોજ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ તેમજ સ્ટાફનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.

WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝીટીવ કેસની સાથે-સાથે મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ વધુ 9 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજતાં જ આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશન અને ટેસ્ટિંગની ઝડપ વધારી દીધી છે. અને આજરોજ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ તેમજ સ્ટાફનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર યાદી અનુસાર, કોરોનાની સારવાર હેઠળ તા.30નાં સવારનાં 8 વાગ્યા થી તા.31નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લામાં વધુ 9 દર્દીઓઍ દમ તોડ્યો છે. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જોકે સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે થયેલા 3 દર્દીઓના મોત પૈકી એક દર્દીનું મોત કોરોનાથી નિપજ્યું હોવાનું જણાવાયું છે. હાલમાં શહેર અને જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 782 બેડ ખાલી હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સેન્ટ્રલ જેલમાં કેદીઓને અપાશે કોરોના વેક્સિન

મંગળવારના રોજ મીડિયાકર્મીઓને રસી આપ્યા બાદ આજરોજ સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. કેદીઓને રસી આપવા માટે જેલવડા બન્નો જોષીએ મહાનગરપાલિકાને પત્ર લખી રજૂઆત કરી હતી. જો કે રાજકોટ સેન્ટ્રલ જેલમાં કોરોનાનુ સંક્રમણ થયું નથી છતા તકેદારીના ભાગરૂપે જેલમાં કાચા અને પાકા કામના કુલ જેટલા 1600 કેદીઓને વેક્સિન અપાશે. તો સાથે જ જેલમાં ફરજ બજાવતા 250 જેટલા સ્ટાફને પણ વેક્સિન અપાશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાથી થનાર મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા, કલેક્ટર ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો પણ અગાઉ કરતા હાલ વધુ પ્રમાણમાં નિયમોનું પાલન કરી રહ્યા છે. પરંતુ આમ છતાં આ તમામ પ્રયાસો જાણે નાકામ રહેતા હોય તેમ પોઝીટીવ કેસ અને મૃતકોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે હવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud