દોઢ વર્ષથી પ્રિન્ટર મારફતે 2000, 500 અને 200ના દરની નકલી નોટો છાપી ગામમાં વટાવી રોકડી કરતા હતા
કારખાનામાંથી 36 બોટલ દારૂ પણ મળી આવતા અલગથી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટના એક કારખાનાનો પર્દાફાશ કર્યો છે. અને વાવડી કારખાનામાં દોઢ વર્ષથી પ્રિન્ટર મારફતે 2000, 500 અને 200ના દરની નકલી નોટો છાપી ગામમાં વટાવી રોકડી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. કારખાનામાંથી 36 બોટલ દારૂ પણ મળી આવતા અલગથી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ યુટ્યુબમાં સર્ચ કરી જાલી નોટ બનાવવાનું શીખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસનાં જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીને આધારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં જોબવર્કના કારખાનામાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કલર પ્રિન્ટરમાં નકલી નોટો છાપતા મેંદરડાનાં સમઢીયાળા ગામના પિયુષ બાવનજીભાઇ કોટડીયા અને માણાવદરના સરદારગઢ ગામના મુકુંદ મનસુખભાઇ છત્રાળાને ઝડપી લેવાયા છે.
સાથે જ ત્યાંથી એક પ્રિન્ટર 2000ના દરની 20, 500ના દરની 1 અને 200ના દરની 6 નકલી નોટો અને રો-મટીરીયલ સહીત 21,800નો મુદામાલ કબ્જે કરાયો છે. ઉપરાંત કારખાનાની તલાશી લેતા વિદેશી દારૂની 36 બોટલ મળી આવતા 10,800નો દારૂ કબ્જે કરી અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછતાછમાં આ બેલડી છેલ્લા દોઢેક વર્ષથી આ નકલી નોટો છાપતી હોવાનું અને અંદાજે એકાદ લાખથી વધુની નકલી નોટો બજારમાં વટાવી ચૂક્યાની કબૂલાત આપી હતી. આ બેલડીએ યુટ્યુબમાં જાલી નોટ સર્ચ કરી નકલી નોટ કેવી રીતે બને તેની માહિતી મેળવી બાદમાં નોટો છાપવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ અંધારામાં મોટી ઉંમરના લોકોને નોટ આપી 2000ની નોટમાંથી 500ની અને 500ની નોટમાંથી 200ની ખરીદી કરતા હોવાનું પણ કબુલ કર્યું છે.