• શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પોઝીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી હોય તંત્ર દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો
  • ખાનગી હોસ્પિટલો મનમાની ન ચલાવી શકે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

WatchGujarat શહેરમાં કોરોના કેસની સંખ્યા છેલ્લા ચાર દિવસથી દરરોજ 100ને પાર જોવા મળી રહી છે. અને કુલ સંક્રમિતોની સંખ્યા 17840 પર પહોંચી છે. જેને લઈને સંક્રમણ ઘટાડવા તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે આજે શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં મેગા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પોઝીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી હોય તંત્ર દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો છે. તેમજ ખાનગી હોસ્પિટલો મનમાની ન ચલાવી શકે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, એકતરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે. બીજીતરફ તંત્રએ વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. જે અંતર્ગત આજે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વેકસીનેશન માટે સિનિયર સીટીઝનોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. તંત્ર દ્વારા કોર્પોરેટરને તમામ વોર્ડમાં વેકસીનેશન માટેની જવાબદારી સોંપવામાં આવી હોઈ કોર્પોરેટરો દ્વારા પણ પોતાના વિસ્તારના લોકોને રસી લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલમાં ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ કરતા ખાનગી વધુ નાણા પડાવી લેવાતા હોવાની ફરિયાદો ઉઠી છે. આથી કલેક્ટર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આવી હોસ્પિટલો સામે ફરિયાદ અને રજુઆત કરવા માટે ફરિયાદ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જો કોઇ હોસ્પિટલ આ રીતે નાણા ખંખેરતી હોય તો 0281-2479042 નંબર પર ફરિયાદ કરવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત કંઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે જાણવા માટેનો કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવશે. હાલ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 590માંથી 495 બેડ ખાલી છે.

રાજકોટમાં નવા કેસ આવવાની સ્થિતિ વધી છે પણ તેમાં કેટલો વધારો થયો છે તે જોવા માટે કોરોનાનો ગ્રોથ રેટ કે જેને આરોગ્ય વિભાગ સીડીજીઆર કહે છે તે ચકાસતા બે જ સપ્તાહમાં નવા કેસ આવવાનો દર બમણો થયો હોવાનું સામે આવ્યું છે. કેસની સંખ્યા વધતા સમરસનું કોવિડ સેન્ટર અને કેન્સર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરી સિવિલના દર્દીઓને શિફ્ટ કરાશે. સમરસમાં 400 બેડની સુવિધા છે. આ ઉપરાંત હાલની સ્થિતિએ તમામ તબીબોની રજા રદ કરી દેવાઈ છે. અને 14 જેટલી ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર શરૂ કરવાના આદેશો અપાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મંગળવારે તંત્રના જાહેર કર્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે શહેરમાં 117 અને ગ્રામ્ય વિસ્તારમાં 23 સહિત કુલ 140 નવા પોઝિટિવ કેસ જાહેર કરાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 25167 થઈ છે. રાજકોટ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 517, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 107 થતા મોડી સાંજે કુલ એક્ટિવ કેસની સંખ્યા વધી 624 થઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud