રાત્રે આઠેક વાગ્યા આસપાસ મોટી મોલડી પોલીસ મથકનાં મહિલા પીઆઇ સોનારાને બાતમી મળતા મેવાસા ગામે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા
દરોડામાં રાજકોટનાં નામચીન શખ્સ મહેશ સોમાભાઈ ગમારા સહિત કુલ 6 શખ્સો ઝડપાયા હતા
મહેશ ઢળી પડતા 108નો કાફલો દોડી ગયો
પોલીસે સમયસર સારવાર નહીં આપતા મહેશનું મોત નિપજ્યાનો આક્ષેપ
WatchGujarat. ચોટીલા તાલુકાના મેવાસા શેખલીયા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન ભાગવા ગયેલા રાજકોટના નામચીન શખ્સ મહેશ ગમારાનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું. જો કે મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પોલીસે સમયસર સારવાર ન આપતા મહેશનું મોત થયું છે. આ આક્ષેપ સાથે મોડીરાત્રે મૃતકન પરિવારજનો અને અન્ય લોકોના ટોળા ચોટીલા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરોડામાં ઝડપાયેલા અન્ય બે આરોપીને પણ શ્વાસની બીમારી હોવાથી બંનેને રાજકોટ સારવાર માટે ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ, સોમવારે રાત્રે આઠેક વાગ્યા આસપાસ મોટી મોલડી પોલીસ મથકનાં મહિલા પીઆઇ સોનારાને બાતમી મળતા મેવાસા ગામે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેમાં રાજકોટનાં નામચીન શખ્સ મહેશ સોમાભાઈ ગમારા સહિત કુલ 6 શખ્સો ઝડપાયા હતા. જો કે દરોડો પડતા જ મહેશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ દરમિયાન શ્વાસ ચડી જતા મહેશ ઢળી પડ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા 108નો કાફલો દોડી ગયો હતો. અને મહેશ ગમારાને બેભાન હાલતમાં ચોટીલાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે ત્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજીતરફ આ અંગે મહેશ ગમારાના પરિવારજનોને જાણ કરાતા રાજકોટથી તેમના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ચોટીલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને પોલીસે સમયસર સારવાર નહીં આપતા મહેશનું મોત નિપજ્યાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે જ જુગારીઓમાંથી અન્ય બે વ્યક્તિની પણ તબિયત લથડી છે, જેમાં એક રાજકોટનો મુસ્લિમ શખ્સ અને બીજો લોહાણા શખ્સ સામેલ હતો. હાલ આ બન્નેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે મહેશના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડી સમગ્ર મામલે જુગારના ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી.