• વર્ષ 1937માં સ્થપાયેલી આ કોલેજમાં કવિઓ, ક્રિકેટરો, નેતાઓ અને વકીલો ભણી ચુક્યા છે
  • હાલના મુખ્યમંત્રી રૂપાણીની વિદ્યાર્થીનેતા તરીકેની સફર આજ કોલેજથી શરૂ થઈ હતી.
  • 1937માં બનેલી ધર્મેન્દ્રસિંહ કોલેજ સૌરાષ્ટ્રનો મોટો ઐતિહાસિક વારસો ધરાવે છે
  • કોલેજમાં હાલ પ્રથમ વર્ષમાં 340ની ઈન્ટેક કેપેસીટી છે, 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

WatchGujarat. રાજકોટની શહેરમાં આવેલી ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કોલેજ વર્ષ 1937માં બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે રે રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે શહેરની 84 વર્ષ જૂની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજને હેરિટેજનો દરજ્જો મળતા યશકલગીમાં સિદ્ધિરૂપ પીછું ઉમેરાયું છે. કોલેજમાં હાલ પ્રથમ વર્ષમાં 340ની ઈન્ટેક કેપેસીટી છે. અને 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 1937માં સ્થપાયેલી આ કોલેજમાં કવિઓ, ક્રિકેટરો, નેતાઓ અને વકીલો ભણી ચુક્યા છે.

શું છે તેની ખાસિયતો

– વર્તમાન મુખ્યમંત્રી રૂપાણીની વિદ્યાર્થીનેતા તરીકેની સફર આજ કોલેજથી શરૂ થઈ હતી.

– અહીં પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને જ્ઞાની જૈલસિંઘ તથા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને અટલબિહારી વાજપેયી મુલાકાત લઈ ચૂક્યા છે.

– કોલેજની લાઈબ્રેરીમાં 52000 જેટલા પુસ્તકો છે. જે ઓટોમેશનને કારણે કમ્પ્યુટરની એક ક્લિક પર ઉપલબ્ધ છે.

– લાઈબ્રેરીમાં 4500 એવા પુસ્તકો છે જે ખૂબ રેર છ. સાથે 22 જેટલી મેગેઝીન અને અખબારો પણ આવેલા છે.

– આ કોલેજમાં 27 અધ્યાપકોમાંથી 85 ટકા પીએચ.ડી. થયેલા છે.

તમને જણાવી દઈએ કે કોલેજને હેરિટેજ ઈમારત તરીકે જાહેર કર્યા બાદ હવે તેમાં કેટલાંક બદલાવ પણ લાવવામાં આવશે. જેમાં કોલેજ બિલ્ડીંગ રીનોવેશન, શિક્ષણ અને ઈતરપ્રવૃતિ, કેમ્પસ ડેવલપમેન્ટ તથા રમતગમતના મેદાનોને ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજ પ્રિન્સીપાલ દ્વારા આગામી સમયમાં મુખ્ય વિષય તરીકે પોલીટીકલ સાયન્સ અને મનોવિજ્ઞાન શરૂ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દરખાસ્ત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારી મળે તેવા સર્ટીફિકેટ કોર્સ શરૂ કરવા માટેનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોલેજમાં કમ્પ્યુટર લેબ શરૂ કરવા સરકાર પાસે 100 કમ્પ્યુચરની માંગ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે મનોવિજ્ઞાનની બંધ લેબ ફરી શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud