રાજકોટમાં રાત્રી કર્ફ્યુ ભંગ કરનારાઓ દ્વારા હિંસા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
ભોગ બનનાર હોમગાર્ડ જવાન સૌરવ ડાભી દ્વારા યુનિ. પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
WatchGujarat. શહેરમાં હાલ કોરોનાની બીજી લહેરને લઈ રાજ્ય સરકારનાં આદેશ મુજબ રાત્રી કરફ્યુ અમલમાં છે. પરંતુ કેટલાક લોકો પોલીસની સમજાવટ છતાં પણ નિયમોનું પાલન કરતા નથી. એટલું જ નહીં તેને રોકવા જનાર સાથે માથાકૂટ પણ કરતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રે યુનિવર્સિટી રોડનાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર સ્થાનિકો રાત્રી કારફ્યુનો ભંગ કરતા નજરે પડતા એક હોમગાર્ડ જવાને તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા આ સ્થાનિકો તેમજ તેના પરિવાજનોએ હોમગાર્ડ જવાનને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને પોલીસે નિયમ ભંગ કરી માર મારનાર ચાર શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
https://youtu.be/cZJptmHJth8
સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાત્રી કરફ્યુ હોવા છતાં નિકળેલા સ્થાનિકો હોમગાર્ડ જવાનને માર મારી રહ્યા છે. અને જવાન બચવા માટે આમતેમ ભાગી રહ્યો છે. જો કે નિયમ તોડનારાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ તેની પાછળ જઈને માર મારી રહ્યા છે. અંતે હોમગાર્ડ જવાન દ્વારા જાણ કરાતા પોલીસ દોડી આવે છે. જો કે પથમ તો આ ઉશ્કેરાયેલા સ્થાનિકો પોલીસ સાથે પણ બોલાચાલી કરવા પ્રયાસ કરે છે. પરંતુ બાદમાં પોલીસ દ્વારા જાહેરનામાંનો ભંગ કરનારાઓને ઝડપી લેવામાં આવે છે.
આ અંગે ભોગ બનનાર હોમગાર્ડ જવાન સૌરવ ડાભી દ્વારા યુનિ. પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારી નોકરી રાતના દસથી સવારના છ સુધીની હતી. આ દરમિયાન રાત્રી કરફ્યુ અમલમાં હોય રાતે સાડા દસ વાગ્યે એક શખ્સ બાઇક લઇને નીકળતાં તેને અટકાવી કરફ્યુમાં બહાર નીકળવાનું કારણ પુછતાં તે ભાગવા માંડ્યો હતો. તેને ઉભા રહેવાનું કહેવા છતાં ઉભો ન રહેતાં અમે પકડવા માટે પાછળ ગયા હતા. જો કે આ દરમિયાન રસ્તામાં તેણે ફોન કરી પોતાના સગાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ શિલ્પન ઓનેક્ષ બીલ્ડીંગ પાસે તે અમારા હાથે ઝડપાઈ ગયો હતો. અને પોતાનું નામ સાગર મનજીભાઇ રાઠોડ હોવાનું જણાવ્યું હતું.
જોકે આ દરમિયાન સાગરના પરિવારજનો ત્યાં આવી ગયા હતાં. અને બોલાચાલી કરવા લાગતા પોતે તેઓને કરફ્યુ ભંગ કર્યો હોઇ પોલીસ મથકે લઈ જવો પડશે. ત્યાં કાર્યવાહી બાદ તેને જવા દેવામાં આવશે. તેમ કહ્યું હતું. જો કે મારી આ વાત સાંભળતા જ સાગર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતાં. અને મારી સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી કરીને મોઢા તથા શરીરે ગડદાપાટુ માર્યા હતાં. દરમિયાન દુર્ગાશકિત ટીમના કોન્સ. મોનાબેન અને શિલ્પાબેન આવી જતાં સાગર અને તેના કુટુંબીજનોને પકડી લઈ મને છોડાવ્યો હતો.
હોમગાર્ડ જવાને પોતાની ફરિયાદમાં આરોપીઓ તરીકે સાગર, તેના પિતા મનજીભાઇ, સસરા મનસુખભાઇ અને પત્નિ જાસ્મીનનાં નામ આપ્યા હતાં. જેને લઈને આ તમામને ઝડપી લેવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસના પીઆઇ એ. એસ. ચાવડાએ કહ્યું હતું કે, આ મામલે હોમગાર્ડની ફરજમાં રુકાવટ કરીને ગાળો આપી માર મારવા બદલ તમામને ઝડપી લઈને IPC કલમ નંબર 188, 186, 332, 504 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.