• સાથી સેવા ગ્રુપ દ્વારા 6 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે.
  • LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી.
  • પિતાએ કહ્યું- મારા સંતાનો પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવેલ છે.

#Rajkot - LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરેલા બે ભાઈ અને એક બહેન પોતાને 6 વર્ષ સુધી કઈ રીતે એક ઓરડીમાં બંધ રાખી શકે !

WatchGujarat શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 06 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે ? રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એ તો ભલુ થજો સમાજીક સંસ્થવાળાનું કે તેમણે આ ભાઈ-બહેનોનો છ વર્ષના કારાવાસમાંથી છોડાવ્યા છે. આ મામલે તેમના પિતાએ જણાવ્યું હતું કે, સગાઓએ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે તેમના આ સંતાનોએ પોતાની જાતને કેદ કરી લીધી હતી !

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સાથી સેવા ગ્રુપ દ્વારા 6 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને તેમણે 6 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા. ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી.

માનસિક સ્થિતિ ખરાબ હોવાને લીધે ભણેલ ગણેલ એક બહેન અને બે ભાઈએ પોતાની જાતને 6 વર્ષ સુધી એક જ ઘરમાં પુરી રાખ્યા હતા. તમને જાણીને નવાઇ લાગશે કે LLB , બી.કોમ અને સાયકોલોજીનું ભણેલા ભાઈ બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતા કૃત્ય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં જ ત્રણે સંતાનોના પિતાએ એવું નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે કે, મારા સંતાનો પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવેલ છે. તેમના અનુસાર નજીકના સગાઓ દ્વારા તેમના બાળકો પર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, માત્ર પિતાની એક અંધશ્રદ્ધાના કારણે એક બહેન અને બે ભાઇઓ છેલ્લા 6 વર્ષથી ઘરમાં જ બંધક બની રહ્યા અને જાણે સમાજ કે દુનિયા સાથે છેડો ફાડી નાંખ્યો. છેલ્લા છ વર્ષથી આ પરિવારને આખી દુનિયામાં શું બની રહ્યું છે તેની કોઇ જાણ જ ન હતી. પરંતુ સાથી સેવા ગ્રુપની કામગીરી બાદ હવે આ ત્રણ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

More #LLB #BCOM #Psychology #Students #keep #themselves #locked #in one room #for 6years #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud