• હોળીમાં ચણા નાખવાનું ભૂલી જતા પત્નીએ ઝઘડો શરૂ કર્યો હતો.
  • ઉશ્કેરાયેલા પતિએ લોખંડની કોષનાં ત્રણ ઘા ફટકારી પત્નીને ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી હતી.

WatchGujarat ત્રંબામાં મજૂરીકામ કરતા મૂળ છોટાઉદેપુરનાં મનકર નાનજીભાઈ રાઠવાનો હોળીની રાત્રે તેની પત્ની ઈલમાં સાથે ઝઘડો થયો હતો. મનકર હોળીમાં ચણા નાખવાનું ભૂલી જતા ઈલમાંએ ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા મનકરે લોખંડની કોષનાં ત્રણ ઘા ફટકારી ઈલમાંને ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે આ અંગેની તપાસ દરમિયાન હત્યારા પતિને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે માતાની હત્યા અને તેના ગુનામાં પિતા જેલમાં જતા આ દંપતિનાં ત્રણ સંતાનો નોંધારા બન્યા છે.

આજીડેમ પોલીસનાં જણાવ્યા મુજબ, કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે રહેતાં વાડી માલિક ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબડીયાની ફરિયાદ પરથી આ અંગેનો ગુનો નોંધાયો હતો. આ ફરિયાદમાં ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, હું ત્રંબામાં બાલાજી રેસ્‍ટોરન્‍ટ પાસે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવું છું. મારી વાડીમાં એકાદ વર્ષથી મનકર રાઠવા ભાગીયા તરીકે રહે છે અને વાડી વાવે છે. તેની સાથે તેની પત્‍ની ઇલમા અને તેના ત્રણ બાળકો પણ રહે છે.

રવિવારે રાત્રે અમારી બાજુમાં હિતેષભાઇ મેરામભાઇ કુમારખાણીયાની ખેતીની જમીન હોઇ હિતેષભાઇએ મને ફોન કરી જાણ કરી હતી કે હું મારી વાડીએ પાણી વાળવા આવ્‍યો છું. અને તમારી વાડીના મકાનમાં રહેતાં મજૂર પતિ-પત્‍ની ઝઘડો કરી ખૂબ જ દેકારો મચાવે છે. આ સાંભળી હું અમારા ગામના સરપંચ નીતનભાઇ રૈયાણીને લઈ ત્યાં પહોંચ્‍યો હતાં. બાજુની વાડીવાળા હિતેષભાઇ પણ આવ્‍યા હતાં. દરમિયાન મજૂર મનકર રૂમ પર હતો અને તેની પત્‍ની ખાટલામાં સુતી હતી.

આ અંગે પૂછપરછ કરતા મનકરે કહ્યું હતું કે, હોળીનો તહેવાર હોઇ અમે અહીં નાનકડી એવી હોળી બનાવી હતી. જેમાં હું ચણા નાંખતા ભુલી ગયો હતો તેથી મારી પત્‍નિએ ચણા કેમ નાંખ્‍યા નહિ? તેવું કહી ઝઘડો કરતાં અમારી વચ્‍ચે માથાકુટ થઇ ગઇ હતી. જેને પગલે તેણે બાજુમાં પડેલી લોખંડની કોષ ઈલમાને માથામાં મારી દીધી છે. તેની વાત સાંભળી અમે તરત 108ને જાણ કરી હતી. અને 108નાં તબીબે ઈલમાને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud