પિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી
કાલાવડ રોડ ઉપર આવાસ ક્વાટરમાં રહેતી સગીરાની માતાનો ઝઘડો થતા માવતરે જતી રહી હતી.
દીકરી પારકા કામ કરવા ગઈ ત્યારે માલીકને સમગ્ર આપવીતી વર્ણવતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
WatchGujarat પિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં સગા પિતાએ તેની જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. કાલાવડ રોડ ઉપર આવાસ ક્વાટરમાં રહેતી સગીરાની માતાનો ઝઘડો થતા માવતરે જતી રહી હતી. દરમિયાન પિતાએ સગીર દીકરીને માર મારી, હવસનો શિકાર બનાવી આ અંગે કોઈને કહેવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જોકે દીકરી પારકા કામ કરવા ગઈ ત્યારે માલીકને સમગ્ર આપવીતી વર્ણવતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અને પોલીસે હવસખોર પિતાને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. જોકે નરાધમ પિતા ઝડપાયા બાદ હવે પોલીસ સમક્ષ ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી રહ્યો છે.
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક 16 વર્ષની સગીર દીકરીએ તેના જ સગા પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેણી બે ભાઈ અને એક બહેનમાં મોટી છે અને પારકા ઘરકામ કરી કાલાવડ રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે. અને તેના પિતા હરેશભાઇ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકાદ સપ્તાહ પૂર્વે માં-બાપ વચ્ચે ઝઘડો થતા માતા ઘર મૂકીને માવતરે રિસામણે જતા રહ્યા હતા.
દરમિયાન શનિવારે રાત્રે પિતાએ મારી ઝઘડો કરીને મારકૂટ કરી હતી. ક્રૂર પિતાની હેવાનિયત આટલેથી અટકી ન હતી. અને પિતાએ પુત્રી સાથે બળજબરી કરી રાત્રે અગ્યાર વાગ્યા આસપાસ દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં હવસખોર પિતાએ હવસ સંતોષી લીધા બાદ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી પણ આપી હતી. માતા માવતરે હોય અને બંને નાના ભાઈઓ સુતા હોઈ દીકરી ગભરાઈને આખી રાત ઘરમાં સૂતી રહી હતી. બીજા દિવસે નજીકમાં આવેલા મકાનમાં તેણી પારકા કામ કરવા જતી હોય ત્યાં કામે ગઈ હતી.
ઘરકામ કરતી વખતે તેણીને ગુમસુમ જોઈ માલીકે શું થયું તેમ પૂછતાં પોતે ભાંગી પડી હતી. અને તેના સગા પિતાએ જ તેની સાથે દુષ્કર્મ કર્યું છે તેવી ચોંકાવનારી આપવીતી વર્ણવી હતી. જેને લઈ આ પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને બનાવ અંગે તેની માતાને તુરંત જાણ કર્યા બાદ હિમ્મત દાખવીને હવસખોર પિતા સામે જ તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો અને માર મારી ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે હવસખોર પિતાને સકંજામાં લેતા પિતાએ ભૂલ થઈ હોવાનું રટણ શરૂ કર્યું છે. પિતા દરરોજ નશો કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી
કાલાવડ રોડ ઉપર આવાસ ક્વાટરમાં રહેતી સગીરાની માતાનો ઝઘડો થતા માવતરે જતી રહી હતી.
દીકરી પારકા કામ કરવા ગઈ ત્યારે માલીકને સમગ્ર આપવીતી વર્ણવતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
WatchGujaratપિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં સગા પિતાએ તેની જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. કાલાવડ રોડ ઉપર આવાસ ક્વાટરમાં રહેતી સગીરાની માતાનો ઝઘડો થતા માવતરે જતી રહી હતી. દરમિયાન પિતાએ સગીર દીકરીને માર મારી, હવસનો શિકાર બનાવી આ અંગે કોઈને કહેવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જોકે દીકરી પારકા કામ કરવા ગઈ ત્યારે માલીકને સમગ્ર આપવીતી વર્ણવતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અને પોલીસે હવસખોર પિતાને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. જોકે નરાધમ પિતા ઝડપાયા બાદ હવે પોલીસ સમક્ષ ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી રહ્યો છે.