રાજકોટનાં પુત્ર અને રાજ્યનાં CM રૂપાણી કોરોનાગ્રસ્ત થતા દસકાઓ બાદ પ્રથમ વખત તેમની ગેરહાજરીમાં ચૂંટણી પ્રચાર થઇ રહ્યું છે.
હાલ શહેરનાં વિવિધ બેનરોમાં ઠેર-ઠેર લાગેલા મુખ્યમંત્રીનાં ફોટા ચર્ચાનો વિષય બની ગયા
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે રંગીલા રાજકોટનાં પુત્ર અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાગ્રસ્ત થતા આઈસોલેશનમાં હોવાથી દસકાઓ બાદ પ્રથમ વખત તેમની ગેરહાજરીમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે 'તું નથી તો તારો ફોટો પણ ચાલશે' ની જેમ ભાજપનાં સ્થાનિક આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચારમાં રૂપાણીનાં ફોટાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ આગેવાનોનો આ પ્રયાસ કેટલો સફળ રહે છે તે તો આવનારો સમય જ બતાવશે. પણ હાલ શહેરનાં વિવિધ બેનરોમાં ઠેર-ઠેર લાગેલા મુખ્યમંત્રીનાં ફોટા ચર્ચાનો વિષય બની ગયા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 20 સ્ટાર પ્રચારકોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં વિજય રૂપાણી મોખરે હતા. પરંતુ કોરોના સંક્રમિત થવાને કારણે તેઓ પ્રચારમાં ભાગ લઈ શકે તેમ નથી. ત્યારે ભાજપ દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ઠેર-ઠેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલતા પ્રદર્શિત કરતા હોય તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત AIIMSની ભેટ, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ, 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કોર્ટ કે પછી જીઆઇડીસીની ભેટમાં પણ વિજય રૂપાણીનો ચહેરો બતાવવામાં આવ્યો છે. અને દરેક વિકાસનાં કાર્યોને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સાથે જોડવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા રાજકોટ શહેર માટેના વિકાસ કાર્યો તેમજ તેમની સંવેદનશીલતા લોકો સુધી પહોંચાડવા રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ દ્વારા અનેક સંવેદનશીલતા બતાવતા વીડિયો રિલીઝ કરાયા છે. જેમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક કોરોના સંક્રમિત બનેલા વિજય રૂપાણીની સાથે છે તે પ્રકારનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સાથે સીએમ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.