• વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સામાન્ય ચીજોનું વેંચાણ થતું હોય તેમ સામાકાંઠા વિસ્તારમાં દેશી દારૂ વેંચાઈ રહ્યો છે
  • વિડીયો જોતા વેંચનાર ઉપર પોલીસનાં ચારેય હાથ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે
  • ગુજરાતનાં જુદા-જુદા શહેરો તેમજ ગામોમાંથી પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે
  • દારૂ રાજ્યની બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જુદા-જુદા શહેરોમાં કંઈ રીતે પહોંચે છે તે જવાબ આપવા કોઈ તૈયાર નથી

WatchGujarat. ગાંધીજીનાં ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. જોકે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમટાઉનમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ કરવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વિડીયો શહેરનાં સામાકાંઠા વિસ્તારનો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ લોકોમાં પોલીસ અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સામાન્ય ચીજોનું વેંચાણ થતું હોય તેમ સામાકાંઠા વિસ્તારમાં દેશી દારૂ વેંચાઈ રહ્યો છે. એટલું જ નહીં અહીં દારૂ વેંચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈપણ પ્રકારનો ભય પણ દેખાતો નથી. એક બાદ એક લોકો દૂધ જેવી સામાન્ય વસ્તુ ખરીદવા આવતા હોય તેવી રીતે આવે છે. અને વેંચાણ કરનાર વ્યક્તિ કોઈપણ ભય વિના આરામથી બધાને પ્રસાદીની માફક દારૂની કોથળીઓ આપી રહ્યો છે. વિડીયો જોતા વેંચનાર ઉપર પોલીસનાં ચારેય હાથ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતનાં જુદા-જુદા શહેરો તેમજ ગામોમાંથી પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. ત્યારે પણ પોલીસની કામગીરીને સરકાર કાયદાનો કડક અમલ કરાવ્યાનું નામ આપે છે. પરંતુ ઝડપાયેલો દારૂ રાજ્યની બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જુદા-જુદા શહેરોમાં કંઈ રીતે પહોંચે છે તે જવાબ આપવા કોઈ તૈયાર નથી. તેમજ દેશી દારૂનો વેપાર રાજ્યનાં તમામ શહેરોમાં ધમધમતો હોવાનું સૌ કોઈ સારી રીતે જાણે છે. થોડા જ દિવસો પહેલા પણ શહેરનાં કાલાવડ રોડ જેવા પોષ વિસ્તારનો બુટલેગર ખુલ્લેઆમ પોલીસને હપ્તા આપતો હોવાનું જણાવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારે ફરીવાર આ પ્રકારે ખુલ્લેઆમ દેશી દારૂના વેંચાણનો વિડીયો સામે આવતા લોકો પૂછી રહ્યા છે કે આ તે કેવી દારૂબંધી ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud