• કોરોનાની બીજી લહેર બાદ કોપર સહિતની વસ્તુઓના ભાવોમાં 60થી 100 ટકા જેટલો વધારો થતાં 56 દેશોમાં પોતાનું પરચમ લહેરાવનાર ઈમીટેશન ઉદ્યોગ મૃતપ્રાય બન્યો
  • ઈમિટેશનના 15,000 યુનિટ આવેલા છે કાચામાલ-સામાનમાં 60 ટકા જેટલો વધારો થતા તેની સીધી અસર ઈમિટેશન માર્કેટ ઉપર પડી છે. – ઈમિટેશન એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહ
  • જવેલરીની કોસ્ટમાં ઘરખમ વધારો થવાના કારણે અને કમાણીના સમયે જ રાજ્ય સરકાર દ્રારા બંધ જાહેરાત કરતા કરોડો રૂપિયાનો માલનો ભરાવો થઈ ગયો

WatchGujarat. કોરોના બાદ થયેલા ભાવ વધારા અને ઘટતી માંગને કારણે દેશનું સૌથી મોટું ઈમિટેશન માર્કેટ ઠપ્પ થઈ ગયું છે. અને છેલ્લા બે મહિનામાં કુલ 15 હજાર પૈકી 6 હજાર જેટલા યુનિટોને તાળા લાગી ચુક્યા છે. જ્યારે બાકીના યુનિટો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કાચા માલસામાનમાં 60 ટકાનો અસહ્ય વધારાની અસર ઈમિટેશન માર્કેટ ઉપર પડી છે. સાથે  રાજ્ય સરકારે કરેલા લોકડાઉનથી કરોડો રૂપિયાના માલનો ભરાવો થતા ઈમિટેશનનાં ધંધાર્થીઓને બેવડો માર પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરનાં ઈમિટેશન માર્કેટમાંથી મુંબઇ ખાતે બૉલીવુડ ફિલ્મો અને વિવિધ સિરિયલો માટે જવેલરી મોકલવામાં આવતી હતી. આ સાથે જ વિશ્વનાં અનેક દેશોમાં રાજકોટનાં ઈમિટેશન માર્કેટની જવેલારીની જોરદાર ડિમાન્ડ રહેતી હતી. જો કે છેલ્લા કેટલાક મહીનામાં જ સંજોગો બદલાતા એક સમયે જેની બોલબાલા હતી. તે ઈમિટેશન માર્કેટ હાલ મરણ પથારીએ છે.

દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલોકની પ્રક્રિયામાં અનેક ઉદ્યોગો, ધંધા ખૂલ્યા છે. કોરોના કાળમાં અનેક ઉદ્યોગો બંધ રહેતા મરણ પથારીએ છે. તો કોરોનાની બીજી લહેર બાદ કોપર સહિતની વસ્તુઓના ભાવોમાં 60થી 100 ટકા જેટલો વધારો થતાં 56 દેશોમાં પોતાનું પરચમ લહેરાવનાર ઈમીટેશન ઉદ્યોગ મૃતપ્રાય બની ચુક્યો છે.  છેલ્લા બે મહિનામાં 6000થી વધુ યુનિટો બંધ થતાં આશરે 3 લાખથી પણ વધુ લોકો બેરોજગાર બન્યાં છે.

આ અંગે રાજકોટ ઈમિટેશન એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલ ઈમિટેશનના 15,000 યુનિટ આવેલા છે કાચામાલ-સામાનમાં 60 ટકા જેટલો વધારો થતા તેની સીધી અસર ઈમિટેશન માર્કેટ ઉપર પડી છે. અમુક માલમાં 100 ટકાનો વધારો થયો છે, તેના કારણે ઈમિટેશન જવેલરીની ડીમાંન્ડ ઘટી ગઈ છે. બે વર્ષ પહેલા રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં 15000 કારખાના રાત-દિવસ ધમધમતા હતા. તેમાંથી છેલ્લા 60 દિવસમાં 6000 કારખાનાને તાળા લાગી ગયા છે.

જવેલરીની કોસ્ટમાં ઘરખમ વધારો થવાના કારણે અને કમાણીના સમયે જ રાજ્ય સરકાર દ્રારા બંધ જાહેરાત કરતા કરોડો રૂપિયાનો માલનો ભરાવો થઈ ગયો છે. કોરોનાના કારણે સતત બે વર્ષથી સરકારે ધાર્મિક સ્થળો બંધ રાખ્યા છે. જયાં મોટી માત્રામાં જવેલરી બ્રાન્ડની સપ્લાય કરવામાં આવે છે. તેમજ લગ્નગાળામાં પણ આ માર્કેટને કમાણી થતી હોય છે. આ વર્ષે લગ્નની સીઝન પણ ફેઈલ ગઈ છે. તો તહેવારમાં પણ પાબંધી મુકવામાં આવતા ઈમિટેશન માર્કેટને જબરૂ નુકશાન થયું છે. અગાઉ 2500 કરોડ આસપાસ રહેતું ટર્નઓવર હાલ માત્ર 300 કરોડ આસપાસ પહોચી ગયું છે.

બીજીતરફ ઈમિટેશન જવેલરીની ડિમાન્ડ ઘટી જતા બેકારીનું પ્રમાણ વધી ગયું છે. હવે આ માર્કેટને ઉગારવા માટે રાજ્ય સરકાર અન્ય ઉદ્યોગોને જેમ પ્રોત્સાહન આપે છે તેવી રીતે રાજકોટના ઈમિટેશન ઉદ્યોગ માટે ટેકસ ફ્રી ઝોન જાહેર કરવામાં આવે તેવી રજુઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોના અને બેકારીના કારણે રાજકોટમાં વેપારીઓ અને કારીગરો આર્થિક સંકડામણમાં આવી ગયા છે. ધંધા ભાંગી જતા વેપારી અને કારીગરોના આપધાતના બનાવો વધ્યા છે. દર 15 દિવસે એક વેપારી અથવા ઈમિટેશનના કારીગર જીવન ટુંકાવે છે. અત્યાર સુધીમાં ચાર વેપારીઓએ આપધાત કરી લીધા છે જો રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં નહી આવે તો હજુ પરીસ્થિતિ વણસવાની ભીતી પણ તેમણે દર્શાવી છે.

કઈ કઈ વસ્તુમાં કેટલો ભાવવધારો થયો ?

વસ્તું      જુનો ભાવ (કિલો)      નવો ભાવ (કિલો)

કોપર             450                          750

મોતી              130                          195

ડાયમંડ              20                            32 (ગ્રુસ)

પ્લાસ્ટીક          150                          245

ડબ્બા

બ્રાસ                 350                         600

લોખંડ                120                         185

ઝીંક                   210                         285

મીણ                  600                         900

ગ્લાસબીઝ         250                          375

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud