• હાઇકોર્ટની ફટકાર બાદ હોસ્પિટલ સહિતની મોટી ઇમારતોમાં ફરજીયાત ફાયર સેફટીના સાધનો રાખવા હુકમો કરાયા છે.
  • છેલ્લા 3 દિવસમાં 30 થી વધુ મિલકતોને ફાયર NOC ઈશ્યુ કરવામાં આવી છે.
મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ
મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ

WatchGujarat. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પડઘા ગાંધીનગર અને દિલ્હી સુધી પડતા હાઇકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે. તેના પગલે તમામ કોર્પોરેશન વિસ્તારમાં હોસ્પિટલ સહિતની મોટી ઇમારતોમાં ફરજીયાત ફાયર સેફટીનાં સાધનો રાખવા અને તેના પ્રમાણપત્ર લેવા માટે હુકમો કરાયા છે. રાજકોટમાં ઘણા સમયથી હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, પેટ્રોલ પંપો સહિતની મિલ્કતોના માલિકો NOC લેવા કે રિન્યુ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે નવનિયુક્ત મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ આ અંગે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. અને જરૂરી સાધનો હોય તેવી મિલકતોને તરત જ ફાયર NOC મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો શાળાઓ ખુલે તે પહેલાં જ ફાયરનાં સાધનો અને ફાયર NOC મળી જાય તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલ, શાળા-કોલેજો, મોટા બિલ્ડિંગ સહિતની મિલકતોને ફાયર NOC માટે મહાપાલિકા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં પાત્રતા અને સાધનો સહિતની વ્યવસ્થા ધરાવતા આસામીને સ્થળ પર જ NOC આપવામાં આવી રહ્યા છે. તેમજ આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા 3 દિવસમાં 30 થી વધુ મિલકતોને ફાયર NOC ઈશ્યુ કરવામાં આવ્યાં છે. જો કે કેટલીક મિલકતો એવી છે કે બાંધકામની સ્થિતિના કારણે પ્રમાણપત્ર મળી શકે તેમ નથી. આવી મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે

વધુમાં મ્યુ. કમિશ્નરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં શાળાઓ શરૂ થાય તે પહેલા શાળાઓને ફાયર NOC મળી રહે તે માટે કાર્યકરી રહ્યા છીએ. થોડા દિવસથી ફાયરની ટીમો દ્વારા શાળાઓમાં ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાઓ પર સાધનો અને સુવિધા હોવા છતાં તેમની પાસે NOC ન હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. ત્યારે અરજી સહિતની પ્રક્રિયાઓને સરળ બનાવી ઝડપી વેરીફીકેશન કરીને શાળાઓ શરૂ થાય તેના પહેલા જ મોટાભાગની શાળાઓને ફાયર NOC આપી દેવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે. તેમજ જે શાળાઓ પાસે ફાયર NOCના સાધનોનો અભાવ છે, તેને નોટિસ ફટકારવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud