GJEPC ગુજરાત રીજનનાં ડાયરેક્ટર દિનેશ નાવડીયા, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરીનાં દિવ્યેશભાઇ પાટડીયા અને તેમની ટીમે સખત મહેનત કરી
2000 ચોરસ ફૂટ કરતા વધુ જગ્યામાં તુર્કી-જર્મની અને ઇટલીથી મંગાવવામાં આવેલી નવીનતમ અદ્યતન ટેક્નોલોજી સાથે સજ્જ મશીનરી મુકવામાં આવી
ફેસિલિટી સેન્ટર નામાંકિત વેપારીઓ અને કારીગરો બંને માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે
Watchgujarat. શહેરની સોની બજારમાં દેશમાં સૌપ્રથમ ‘જ્વેલરી કોમન ફેસેલિટી સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જર્મની, તુર્કી અને ઇટલીનાં મશીન મુકવામાં આવ્યા છે. જેને લઈ સાવ નજીવા ખર્ચે જ આકર્ષક ડિઝાઇનનાં દાગીના રાજકોટમાં બની શકશે. આ માટે જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ પ્રમોશન કાઉન્સિલ દ્વારા છેલ્લા 5 વર્ષથી માંગ કરવામાં આવી હતી. અંતે કેન્દ્ર સરકારે અંદાજે રૂપિયા પાંચેક કરોડના ખર્ચે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કોમન ફેસિલિટી સેન્ટરનું નિર્માણ કર્યુ છે.
આ સેન્ટર માટે GJEPC ગુજરાત રીજનનાં ડાયરેક્ટર દિનેશ નાવડીયા, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરીનાં દિવ્યેશભાઇ પાટડીયા અને તેમની ટીમે સખત મહેનત કરી હતી. અને આ સેન્ટર માટે બે વર્ષ પહેલાં MOU થયા હતા. જો કે બાદમાં કોરોનાને કારણે કામ અટકયું હતું. પરંતુ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્રારા આ સેન્ટર ગ્રાંટ ફાળવવામાં આવતા દેશ-વિદેશમાં રંગીલા રાજકોટનું નામ રોશન થશે. સેન્ટરનું સંચાલન જેમ્સ એન્ડ જ્વેલરી કલસ્ટર ફેડરેશન સંભાળશે. જેને લઈ જ્વેલરી ક્ષેત્રને બુસ્ટર મળવાની સાથે ડિઝાઇનિંગમાં પણ ન્યુ ઇનોવેશન આવવાથી ગોલ્ડ, સિલ્વર તેમજ ઇમિટેશન જ્વેલરી માટે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્રને દેશમાં પ્રથમ દરજ્જો મળશે.
ભારતમાં જવેલરી ક્ષેત્રના વિકાસ માટે GJEPC દ્વારા 4 CFCની સ્થાપના કરવામાં આવી છે. જે પૈકીનું એક CFC રાજકોટનાં જવેલરી ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સોની બજારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 2000 ચોરસ ફૂટ કરતા વધુ જગ્યામાં તુર્કી-જર્મની અને ઇટલીથી મંગાવવામાં આવેલી નવીનતમ અદ્યતન ટેક્નોલોજી સાથે સજ્જ મશીનરી મુકવામાં આવી છે. જેમાં જ્વેલરી બનાવવાની પ્રવૃત્તિમાં રોકાયેલા કારીગરો મુખ્યત્વે ગુજરાતી-બંગાળી સમુદાયના છે. એશિયાની સૌથી મોટી એમરાલ્ડ કંપની પાસે છે તે પ્રકારની આ મશીનરીની મદદથી હેન્ડવર્ક દિપી ઉઠશે. મશીનરીમાં લેસર ટેક્નોલોજી અને CNC મશીન હોવાથી કામમાં ઝડપ અને ચોક્સાઈ પણ આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સોનાના દાગીના માટે સમગ્ર વિશ્વનું હબ ગણાય છે. આ દાગીના બનાવવા માટેની ઝીણામાં ઝીણી અને કલાત્મક એક્સક્લૂઝિવ ડિઝાઈન બનાવવા માટેની મશીનરી ખૂબ ઓછા સોની વેપારીઓ પાસે હોવાના લીધે ડિઝાઇન બનાવવામાં વધુ સમયની સાથે ખર્ચ પણ વધુ થતો હતો. ત્યારે ફેસિલિટી સેન્ટર નામાંકિત વેપારીઓ અને કારીગરો બંને માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. અને જ્વેલરી એક્સપોર્ટ નવી ઊંચાઈએ પહોંચશે. હાલમાં દેશમાં એકમાત્ર રાજકોટ ખાતે આ ફેસિલિટી સેન્ટર શરૂ થવાથી અલગ-અલગ રાજ્યો દ્વારા અહીંના વેપારીઓ અને કારીગરોને ઓર્ડર મળશે.