• ગઈકાલે સાંજના સમયે એક્ટીવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે
  • 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
  • મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો

Rajkot - ઉતરાયણના 18 દિવસ પહેલા જ પતંગની દોરીએ જીવ લીધો : મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહેલા યુવકનું દોરીથી ગળું કપાયું

WatchGujarat  ઉતરાયણના તહેવારમાં હજુ બે સપ્તાહથી વધુ દિવસોનો સમય બાકી છે. તે પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે. રાજકોટમાં નાનામવા રોડ પર એક્ટીવાચાલકના ગળામાં દોરી ફસાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે એક્ટીવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. #Rajkot

મળતી માહિતી અનુસાર શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યે નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઉતરી ગઈ હતી. #Rajkot

ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી. જેથી બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતાં. જો કે કારીગરને નજીવી ઇજા થઇ હતી અને વિપુલને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે વિપુલભાઈ બે ભાઈઓમાં સૌથી નાના ભાઈ હતાં. વિપુલભાઈના મોતથી 8 વર્ષની દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેમજ વિપુલભાઈનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

More #Man #Died #Kites #string #rajkot #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud