જિલ્લાના 594 ગામમાં ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી
અધિક કલેક્ટરએ મીટીંગમાં ખેડૂતોના પ્રશ્ને હકારાત્મક વલણ દાખવવા સબંધિત વિભાગોના અધિકારીઓને સુચના આપી
WatchGujarat ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોનાં પ્રશ્ને અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે. ત્યારે આજે કિસાન સંઘના આગેવાનોએ એડિશનલ કલેક્ટર સાથે એક બેઠક યોજી હતી. જેમાં જિલ્લાના 594 ગામમાં ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ પણ આ મીટીંગમાં ખેડૂતોના પ્રશ્ને હકારાત્મક વલણ દાખવવા સબંધિત વિભાગોના અધિકારીઓને સુચના આપી હતી.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ આ અંગે જણાવ્યું હતું કે, કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો પ્રત્યે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 594 ગામમાં નિયમ મુજબ સ્પીડબ્રેકર બનાવવા, રોઝ અને ભૂંડના ત્રાસથી ઉભા પાકને થતું નુકસાન અટકાવવા, ચેકડેમના બાકી ચૂકવણા સત્વરે કરવા, દરેક તાલુકામાંથી ચેકડેમ ઉંડા ઉતારવાનાં પાંચ ઉપરાંત ચેકડેમ રીપેરીંગના પાંચ કામોની દરખાસ્ત મુકવા, પાણી સંગ્રહની વધુ ક્ષમતા ધરાવતા ડેમોને રીપેરીંગમાં અગ્રતા આપવા, સ્પીડ બ્રેકર ઉપર રંગ કરવા, એક ગામડાથી બીજા ગામડા સુધીના રસ્તા રીપેર કરવા સહિતની બાબતો અધિક કલેક્ટર સમક્ષ મુકવામાં આવી હતી.
આ ઉપરાંત ખેડૂતોને સબસીડીની રકમ કાપીને જ પાક ધિરાણની રકમ ચુકવવા, ચણા અને ઘઉંની ખરીદીમાં જથ્થા નિયત કરવા, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળાશયોમાં જરૂર જેટલુ પાણી રાખી બાકીનો જથ્થો પિયત માટે આપવા , ગાંડા બાવળ કાપવા, ચેક ડેમમાંથી માટી કાઢવાનો ભાવ વધારવા, પાક ધિરાણમાં વ્યાજ ખેડૂતો પાસે ન લેવા , કેનાલ રીપેરીંગના કામો, ખેડૂતોને ખેતી માટે ડેમમાંથી માટી લેવા બાબત , બાકી રેહલા ગામડામાં દિવસે લાઈટ આપવી સહિતની અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
વધુમાં સખીયાએ કહ્યું હતું કે, અધિક કલેક્ટરની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને મોટાભાગની રજૂઆતોનાં સબંધિત વિભાગોના અધિકારીઓએ સંતોષકારક જવાબો પણ આપ્યા છે. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાએ પોતે પણ સિંચાઈ વિભાગને ગામના દરેક તળાવો તાત્કાલિક રીપેર કરવાનાં તેમજ તળાવો ઉંડા ઉતારવા સહિતનાં આદેશો સ્થળ પરથી જ આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.