• ફિનાઇલ પી સામુહિક આપઘાત કરનાર ચારેય દ્વારા ડેરીના માલિક સહિત ત્રણ લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે
  • અંદાજીત કિંમત 50 કરોડની ખેડૂતની આ જમીન પર ગેરકાયદેસર સૂચિત સોસાયટી ઊભી કરી દેવામાં આવી હતી.
Gujarat, Rajkot Shiv Shakti Dairy incident
Gujarat, Rajkot Shiv Shakti Dairy incident

WatchGujarat. મવડી વિસ્તારમાં આવેલી શિવશક્તિ નામે મીઠાઈની દુકાનમાં કરોડોની જમીન મામલે 3 મહિલા સહિત 4 જેટલા લોકોએ ફીનાઈલ ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે સ્થાનિકોનાં ટોળેટોળા એકઠા થયા હતા અને આ અંગે પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. બાદમાં 108 મારફત ચારેયને સારવારમાં ખસેડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujarat, Rajkot Shiv Shakti Dairy incident

જાણવા મળતી વિગત અનુસાર, મવડીની શિવશક્તિ મીઠાઈની દુકાનમાં સોમવારે બપોરે શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા નામની ત્રણ મહિલા અને કેતન સાગઠીયાએ ફીનાઇલ પીને સામુહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં ચારેય દ્વારા ડેરીના માલિક સહિત ત્રણ લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી પણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ કરોડોની જમીન મામલે જ શિવશક્તિ ડેરીના માલિક જગદીશભાઈ અકબરી, જીતુભાઈ વસોયા અને વિનુભાઈ ઠુમ્મર તેના પરિવારને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ આ લોકો હાથ-પગ, ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બેફામ ગાળો ભાંડતા હોવાનું પણ જણાવાયું છે. સાથે જ ન્યાયની માંગ પણ કરાઈ છે.

બીજીતરફ ડેરી માલિક જગદીશભાઈ અકબરીએ કહ્યું હતું કે, ચાર લોકોએ દુકાનમાં આવીને ફિનાઈલ પીધુ છે. જોકે અમારી સાથે તેમને શું વિવાદ છે તેની અમને કોઈ જાણ નથી. કોર્પોરેશન તરફથી ડિમોલિશન કરી જમીન ક્લિયર થયા બાદ અમે ખરીદી છે. જે બાદમાં તે લોકોએ બાબા સાહેબની મૂર્તિ મૂકી હતી. ત્યારે અમે રૂપિયા 15 લાખ આપીને સમાધાન કર્યું હતું. ઉપરાંત બાબા સાહેબનું મંદિર પણ બનાવી આપ્યું છે. કોઈ વાદ-વિવાદ હોય તો અમે જગ્યા ન લઈએ. બે-ત્રણ દિવસથી મને કોઈના ફોન આવી રહ્યા હતા કે, અમને પેમેન્ટ નથી મળ્યું. મેં તેમને કમિટીમાં વાત કરીને નિર્ણય લેવાનું કહ્યું હતું.

Gujarat, Rajkot Shiv Shakti Dairy incident
Gujarat, Rajkot Shiv Shakti Dairy incident

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે જમીનનો વિવાદ છે તે જમીન આઠ જેટલા પાર્ટનરો દ્વારા ખરીદવામાં આવી છે. જેની અંદાજીત કિંમત 50 કરોડ છે. ખેડૂતની આ જમીન પર ગેરકાયદેસર સૂચિત સોસાયટી ઊભી કરી દેવામાં આવી હતી. બાદમાં હાઇકોર્ટ – સુપ્રીમ કોર્ટમાં 42 વર્ષ સુધી કેસ ચાલ્યા હતા. અને સરકારના ઓર્ડર બાદ આ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેડૂત પાસેથી અમે આ જમીન 2018માં ખરીદી હતી. ત્યારે હવે આ જમીન પર અન્ય કોઈનો કબ્જો હોવાનો સવાલ જ નથી. હાલ બંને પક્ષોની વાત સાંભળ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Gujarat, Rajkot Shiv Shakti Dairy incident

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud