ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા નોરતે ગરબે રમતી અમુક મહિલાઓ ઉપર અસામાજિક તત્વોનો હુમલો
શહેરના રેલનગરમાંથી યુવકનું 4 જેટલા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું
WatchGujarat. શહેરમાં નવરાત્રીની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા નોરતે શહેરમાં કાયદો-વ્યવસ્થાનાં લીરેલીરા ઉડાવતી જુદી- જુદી બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક ઘટનામાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગરબે રમતી મહિલાઓ ઉપર અસામાજીક તત્વોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરાયું હતું. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં યુવકને મુક્ત કરાવ્યો હતો. અને આ કામના ચાર આરોપીઓની અટકાયત કરાઈ છે.
[caption id="attachment_1413249" align="aligncenter" width="1600"] Rajkot, Injured Jignaben and her Daughter[/caption]
પ્રથમ બનાવની વાત કરીએ તો રાજકોટમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા નોરતે ગરબે રમતી અમુક મહિલાઓ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ગરબાનું સાઉન્ડ ધીમું કરવાનું કહી જીજ્ઞાબેન નામની મહિલા અને બે યુવતીઓ પર ચાર શખ્સોએ આ હુમલો કર્યો હતો. લુખ્ખાઓએ પીધેલી હાલતમાં હુમલો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત જીજ્ઞાબેન સહિતની મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અને બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં છ માસ પૂર્વે પણ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું અને ત્યારે યુવતીના પિતાને માર મરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે જ છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓ પરેશાન કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. મહિલાઓ પર થતાં હુમલાઓને લઈને રાજકોટમાં મહિલાઓની સુરક્ષા બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.
બીજા બનાવમાં રાજકોટમાં છેલ્લા નોરતે યુવકનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. શહેરના રેલનગરમાંથી યુવકનું 4 જેટલા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે 2વાગ્યે ફોન આવતા પોલીસ સતર્ક બની હતી. અને યૂનિવર્સિટી પોલીસના પી આઈ સહીત સ્ટાફે ગણતરી કલાકોમાં અપહરણ કર્તાના કબ્જામાંથી રાહુલ બોરીચા નામના યુવકને છોડાવ્યો હતો. રૂપિયાની લેતી દેતી મામલે 5 જેટલા લોકોએ ગાડીમાં ઉપાડી યુવકને લઈ જઈ માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને પગલે યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે 4 જેટલા આરોપીની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસને સોંપ્યા છે. અને ભોગ બનનાર યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.