કોંગ્રેસે ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે, ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે
બીજીતરફ ભાજપ દ્વારા આજે એકીસાથે 72 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવનાર છે.
WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. અને ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવામાં આવનાર છે. બીજીતરફ ભાજપ દ્વારા આજે એકીસાથે 72 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવનાર છે. તેમજ આવતીકાલે જ વિજય મુહૂર્તમાં તમામનાં ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફોર્મ ભરતા પહેલા ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરાયું છે. આ માટે બહુમાળી ચોક ખાતે સ્ટેજ, મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરાઇ છે.
શહેર ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ, આજરોજ પ્રદેશ અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં બધા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. અને કાલે તમામ ઉમેદવારો એકસાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. આ માટે સ્થાનિક લેવલે તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે શહેરની મધ્યમાં આવેલ બહુમાળી ચોક ખાતે ભાજપ દ્વારા સ્ટેજ અને મંડપ લગાવવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોરોના કાળને લઈને પોલીસ પણ આ કાર્યક્રમ નિયમ અનુસાર પાર પડે તે માટેની તૈયાર થઈ ગઈ છે.
જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નવા નિર્ણયોથી ભાજપના નેતાઓ મુંઝવણમાં છે. સિનિયરોને ટિકીટ નહીં આપવાની જાહેરાતથી કોને ટિકીટ મળશે અને કોને નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે. એટલું જ નહીં જે ઉમેદવારોને ટિકીટ મળવાની પ્રબળ શક્યતા છે, તેવા ઉમેદવારો પણ ટિકીટ મળશે કે કેમ તેની ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ તો શહેર ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ એક વોર્ડમાં 16 નામોની પેનલ આપી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં ઉમેદવારોની માત્ર એક જ યાદી જાહેર થઈ છે. ત્યાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. છેલ્લા બે દિવસથી કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધરણા સહિતના દેખાવો કરાયા હતા. ત્યારે હવે કોંગી દાવેદારોએ પંજાના નિશાન સાથે વ્યક્તિગત રીતે પ્રચાર શરૂ કરતાં સ્થાનિક કોંગી આગેવાનોની મુશ્કેલી વધી છે. અને બીજી યાદી જાહેર થયા બાદ પરિસ્થિતિ વધુ બગડે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. તો આપ અને ncp સહિતનાં પક્ષોએ મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. અને ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ ચૂંટણી યાદગાર બની રહે તેવી સંભાવનાઓ હાલ જોવાઇ રહી છે.