• કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા કરાઇ
  • એઇમ્સના અધિકારી શ્રમદીપ સિંહા સહીત અનેક અધિકારીઓ હાજર રહેશે

રાજકોટમાં PM મોદી અને CM રૂપાણીની હાજરીમાં 31st ડિસેમ્બરે AIIMS નું ખાતમુહૂર્ત, જાણો વધુ

WatchGujarat આગામી 31 ડિસેમ્બરે PM મોદી અને CM રૂપાણીની હાજરીમાં એઈમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જો કે PM મોદી ઓનલાઈન આ કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે CM રૂપાણી પોતે આ કાર્યક્રમમાં હાજર રહેશે. જે અંતર્ગત આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. #AIIMS

રાજકોટમાં PM મોદી અને CM રૂપાણીની હાજરીમાં 31st ડિસેમ્બરે AIIMS નું ખાતમુહૂર્ત, જાણો વધુ

બાદમાં કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈન રોડથી સભા સ્થળ સુધીના રૂટનું આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગદર્શિકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે બાબતો વિષે ચર્ચા કરવા તમામ અધિકારીઓની એક બેઠક પણ યોજાઈ હતી. જેમાં પરાપીપળીયા તેમજ પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટમાં PM મોદી અને CM રૂપાણીની હાજરીમાં 31st ડિસેમ્બરે AIIMS નું ખાતમુહૂર્ત, જાણો વધુ

આ તકે ઘટનાસ્થળ દર્શાવતા સાઈન બોર્ડ, મેડિકલ તથા કોઈપણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી વળવાની સુવિધા, મંડપ વ્યવસ્થા વગેરે બાબતો અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવા કલેક્ટરે સમિતિનાં સભ્યોને હુકમ કર્યો છે. આ તકે એઇમ્સના અધિકારી શ્રમદીપ સિંહા તથા આ કાર્યક્રમ માટે જ રચાયેલી સમિતિના વડાઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

More #PM Narendrabhai Modi and CM Vijaybhai Rupani #Khatmuhurt #AIIMS #hospital #Rajkot News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud