• મતદારોને રીઝવવા નેતાઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
  • BJPના વોર્ડ નંબર 2નાં ઉમેદવારનાં પ્રચાર માટે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી પણ આગળ આવ્યા

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની તા. 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા નેતાઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે BJPના વોર્ડ નંબર 2નાં ઉમેદવાર જયમીન ઠાકરનાં પ્રચાર માટે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી પણ આગળ આવ્યા છે. જો કે તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યું હતું કે, પ્રેમના તાંતણે બંધાઇ મિત્ર જયમીન ઠાકરના પ્રચારમાં આવ્યો છું. ગાંધીનગરમાં બેઠા-બેઠા આપણા મુખ્યમંત્રી રાજી થાય એવું કરજો.

BJP ની એક પ્રચાર રેલીમાં કીર્તિદાને જણાવ્યું હતું કે, આમ તો હું આ ઊભા સ્ટેજનો કલાકાર નથી, પરંતુ પ્રેમના તાંતણે બંધાય મિત્ર જયમીન ઠાકર માટે આવ્યો છું. કીર્તિદાને મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં બેઠા બેઠા આપણા મુખ્યમંત્રી રાજી થાય એવું કરજો. આ સાથે ભાજપના પ્રચારમાં સ્ટેજ પરથી ભારત માતા કી જય બોલાવી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમના આ પ્રયાસને કાર્યકરો સહિત સભામાં હાજર લોકોએ વધાવી લીધો હતો.

વોર્ડ નંબર 7નાં ઉમેદવાર નેહલ શુક્લએ લલકારી શાયરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા પ્રચાર અભિયાનમાં સૌકોઈ મતદારોને રીઝવવા માટે કંઈક અલગ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નં. 7ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં સભા કરી સોસાયટીમાં પ્રચાર કરી રહ્યા છે, સવારથી સાંજના સમયમાં પદયાત્રા તેમજ રાતે ભોજન સાથે સભાનાં અયોજનો રોજિંદા બની ગયા છે.

ગતરાત્રે પણ વોર્ડ નં. 7ના ઉમેદવારોએ સભાનું સંબોધન કર્યું હતું. દરમિયાન ઉમેદવાર ડો. નેહલ શુક્લ અલગ મૂડમાં જોવા મળ્યા હતા. શુક્લએ શાયરી બોલીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. શાયરીમાં તેઓ બોલ્યા હતા કે ‘મેરી આરઝૂ નહીં કી કોઇ અમીર મેરા દોસ્ત બને લેકિન મેરી આરઝૂ જરૂર હૈ કી મેરા હર દોસ્ત અમીર બને’ આમ કહી પોતાના વિસ્તારના તમામને પોતાના દોસ્ત ગણાવી સૌને અમીર થવાની શુભેચ્છા આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud