• તંત્ર દ્વારા આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે.
  • દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ સુવિધાઓ મામલે જાણકારી મેળવી હતી

WatchGujarat શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને તંત્ર દ્વારા આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. ત્યારે આજે શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવ અને ડે. મેયર ડો. દર્શિતા શાહે PPE કીટ પહેરીને સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ સુવિધાઓ મામલે જાણકારી મેળવી હતી. આ તકે મેયરે જણાવ્યું હતું કે, પ્રથમ નાગરિક તરીકેની મારી ફરજ બજાવી છે. સાથે ડે. મેયરે જરૂરી કોઈપણ સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

આજરોજ મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયર દર્શિતાબેન શાહ ઓચિંતા સિવિલ હોસ્પિટલનાં કોવીડ વિભાગમાં પહોંચ્યા હતા. આ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન તેમણે PPE કીટ પહેરીને કોવીડ વોર્ડમાં દર્દીઓની સાથે પણ વાતચીત કરી હતી. અને શહેરમાં કોરોનાના વધતા કેસ અંગે તબીબો સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. આ તકે મેયર ડો.પ્રદીપ ડવે સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગના માધ્યમથી દર્દી સાથે વાતચીત કરી હતી. અને હોસ્પિટલમાં તેમને મળતી સુવિધા અને સારવાર વિશે જાણકારી મેળવી હતી.

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, શહેરનો પ્રથમ નાગરિક હોવાથી મારી ફરજ છે કે કોવિડના દર્દીઓની શું પરિસ્થિતિ છે તેનું હું મૂલ્યાંકન કરું, અને આ ફરજ બજાવવા માટે જ હાલ આ મુલાકાત કરવામાં આવી છે. મેં દર્દી સાથે વાતચીત કરી તેને સિવિલમાં યોગ્ય સારવાર મળતી હોવાની પણ ખાતરી કરી છે. સાથે જ ડોક્ટર્સ સાથે ચર્ચા કરી અહીં સુવિધામાં વધારો કરવા સાથે શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાનાં પગલાંઓ વિશે પણ જાણકારી મેળવી છે. અને સમયાંતરે વિવિધ પગલાંઓ લેવામાં આવશે.

આ તકે મેયરે મીડિયાનાં માધ્યમથી લોકોને કોઈપણ પ્રકારનાં ડર વિના વેકસીનેશન કરાવવા અપીલ પણ કરી હતી. અને જણાવ્યુ હતું કે, રસીકરણથી શરીરમાં એન્ટીબોડી જનરેટ થશે જે કોરોના સંક્રમણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવશે. સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ખૂબ સારી સારવાર અપાતી હોવાનું જણાવી તેમણે લોકોને કોરોનાનાં કોઈપણ લક્ષણ જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવા પણ જણાવ્યું હતું. તેમજ ટેસ્ટિંગ બુથ વધારવાની ખાતરી આપી હતી.

બીજીતરફ ડે.મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, અહીં મુલાકાત લઈને માત્ર વિડીયો કોલથી અમે અટકી નથી ગયા. PPE કીટ પહેરીને ખાસ કોવીડ વોર્ડમાં દર્દીઓને કેવી સુવિધાઓ મળે છે, તેની જાત તપાસ પણ કરી છે. આ દરમિયાન હાલ દર્દીઓને હાલ યોગ્ય અને જરૂરી તમામ સારવાર મળતી હોવાનું જણાયું છે. હાલ અમે તબીબો સાથે પણ એ જ ચર્ચા કરી છે કે, તેમને કોઈ સવલતોની જરૂર હોય તો અમે તરત જ જરૂરી સવલત આપીશું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud