• રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં આવેલ પાન & કોલડ્રિંકસની દુકાનમાં આજે બે શખ્સોએ સાંજના સમયે આવી ધમાલ મચાવી
  • ચેતન ભરવાડ અને અબ્દુલ દ્વારા પફ અને કોલડ્રિંકસ મંગાવવામાં આવ્યા, જેના રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા. જે બાદ ફરી બીજી વસ્તુ મંગાવી
  • બનાવની ગંભીરતા સમજીને પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં ભોગ બનનારની માટે અરજીનાં આધારે ચેતન ભરવાડ નામના આરોપીની અટકાયત કરી છે. – પીઆઇ કાતરીયા

WatchGujarat. શહેરમાં આવારા તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ન્યુ થોરાળા વિસ્તારમાં પાનની દુકાનેથી ઉધારમાં નાસ્તો અને કોલડ્રિંક લઇ જવાની નાં પાડતા બે શખ્સોએ દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં વેપારીને ગાળો ભાંડી રસ્તા પર પટકીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેના આધારે વેપારીની અરજી લઈ પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં આવેલ પાન & કોલડ્રિંકસની દુકાનમાં આજે બે શખ્સોએ સાંજના સમયે આવી ધમાલ મચાવી હતી. જે સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ છે. આ અંગે વેપારી રમેશભાઇએ જણાવ્યું હતું કે , ચેતન ભરવાડ અને અબ્દુલ દ્વારા પફ અને કોલડ્રિંકસ મંગાવવામાં આવ્યા, જેના રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા. જે બાદ ફરી બીજી વસ્તુ મંગાવી હતી. જેમાં પણ રૂપિયા માંગતા રૂપિયા દેવાનીના પાડી હતી. અને બાદમાં દુકાન પર આવી બન્ને શખ્સોએ ગાળાગાળી કરી માર માર્યો હતો. સાથે જ ફરિયાદ કરીશ તો તારા દીકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે રમેશભાઇએ પોલીસ મથકમાં અરજી આપતા ફરી આરોપીઓ તેની દુકાન પાસે આવ્યા હતા. અને દુકાન બંધ કરી તેના દીકરાને મારી નાખવા ધમકી આપી હતી. જોકે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ કાતરીયાનાં જણાવ્યા મુજબ, આ બનાવની ગંભીરતા સમજીને પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં ભોગ બનનારની માટે અરજીનાં આધારે ચેતન ભરવાડ નામના આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય શખ્સ અબ્દુલની શોધખોળ ચાલી રહી છે. અને તેના ઝડપાયા બાદ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud