• આજે બપોરના સમયે વેજાગામનાં કૂવા પાસે મોબાઈલ તેમજ બાઈક પડેલું જોઈ સ્થાનિકો એકઠા થયા
  • કૂવાનાં પાણીમાં મૃતદેહ તરતો નજરે પડતાં ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા
  • મૃતકો રેલનગર નજીકનાં સંતોષીનગર વિસ્તારનાં રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું

Watchgujarat. શહેરની ભાગોળે આવેલા વેજા ગામનાં કૂવામાંથી બે યુવક અને એક યુવતિની લાશ મળી આવી છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ તેમજ 108નો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મૃતકો કૌટુંબિક ભાઈ-બહેન હોવાનું ખુલતા અનેક ભેદભરમ સર્જાયા છે. તો લોકોમાં પણ વિવિધ ચર્ચાઓ ઉઠી રહી છે. જોકે હાલ તો પોલીસે ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજે બપોરના સમયે વેજાગામનાં કૂવા પાસે મોબાઈલ તેમજ બાઈક પડેલું જોઈ સ્થાનિકો એકઠા થયા હતા. અને કંઈક અજુગતુ બન્યાની શંકાથી પોલીસને જાણ કરી હતી. જેને પગલે યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ હતી. કૂવાનાં પાણીમાં એક મૃતદેહ તરતો નજરે પડતાં ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. એટલું જ નહીં વધુ તપાસ કરતા ફાયર બ્રિગેડના તરવૈયાઓને કૂવામાં વધુ બે મૃતદેહ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કુવાની નજીકથી મળી આવેલા બાઈક – મોબાઈલના આધારે મરનાર ત્રણેય ભરવાડ જ્ઞાતિના કૌટુંબિક ભાઈ-બહેન હોવાનું તેમજ ગતરાત્રીથી જ લાપત્તા હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ત્રણેયનાં પરિવારજનોને બોલાવી લેવાયા છે. મૃતકો રેલનગર નજીકનાં સંતોષીનગર વિસ્તારનાં રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક રીતે તો આ બનાવ આપઘાતનો હોવાની સંભાવના છે. જોકે સાચુ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud