સટ્ટો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર રમાઈ રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50 કરોડથી વધુ સટ્ટો રમાવાનો અંદાજ છે.
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સટ્ટો રમાડવા બુકીઓ મેદાને ઉતર્યા છે. એકલા સૌરાષ્ટ્રમાં જ 100 કરોડથી વધુનો સટ્ટો રમાય તેવો અંદાજ છે. આ સટ્ટો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર રમાઈ રહ્યો છે. માત્ર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50 કરોડથી વધુ સટ્ટો રમાવાનો અંદાજ છે. આ જ રીતે જામનગર અને ભાવનગર મહાપાલિકાની ચૂંટણી પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે. ત્રણેય શહેરોની મહાપાલિકાની ચૂંટણી પર અંદાજે 100 કરોડથી વધુનો સટ્ટો રમાશે.
સટ્ટા બજારના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, વિધાનસભા અને લોકસભાની સાપેક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછો સટ્ટો રમાતો હોય છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે ઉપરાંત કઈ બેઠક ઉપરથી ક્યો ઉમેદવાર વિજેતા બનશે તેની ઉપર સટ્ટો રમાતો હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને બદલે ક્યો પક્ષ ચૂંટણી જીતશે, ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તે બાબતો પર મુખ્યત્વે સટ્ટો રમાતો હોય છે.
હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ચૂંટણી લડાઈ રહી છે. દરેક શહેરમાં ક્યા પક્ષને કેટલી સીટો મળશે તેના ભાવો બુકીઓએ ખોલી નાખ્યા છે. ચૂંટણી બાદ આ ભાવોમાં થોડી-ઘણી વધઘટ થતી હોય છે. હાલમાં ઓનલાઈન આઈ.ડી.માં ભાવ લેવાનું શરૂ કરી દેવાયું છે. અને કરોડો રૂપિયાના સોદા પણ પડી ચુક્યા છે. બુકી બજારનાં માનવા મુજબ તમામ સ્થળે ભાજપને સતા મળવાની શક્યતા છે.
બુકી બજાર અનુસાર ક્યાં શહેરમાં ભાજપની કેટલી બેઠક
બુકી બજારનાં અનુમાન પ્રમાણે સૂરતમાં કુલ 120 બેઠકોમાંથી ભાજપને 86, અમદાવાદમાં કુલ 192 બેઠકોમાંથી ભાજપને 153, વડોદરામાં 76 બેઠકમાંથી ભાજપને 60, રાજકોટમાં 72 બેઠકમાં ભાજપને 51, ભાવનગરમાં 62 બેઠકમાંથી 36, જામનગરમાં 64 બેઠકમાંથી ભાજપને 42 અને ગુજરાતમાં 6 કોર્પોરેશન માટેની કુલ 576 બેઠકોમાંથી ભાજપને 425 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. હાલ આ મુજબ ભાવ ખુલ્યા છે.
જો કે આઈ.ડી.માં ભાવ સમયાંતરે અપડેટ થયા 1કરતા હોય છે. શનિવાર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. બાદમાં મતદાન પૂર્ણ થયા બાદ ફરીથી બુકીબજાર નવા ભાવ ખોલશે. જેમાં મતદારો કઈ તરફ છે તે અંગે જાણકારી મેળવી, નવો ટ્રેન્ડ જાણી ફરી ભાવ કાઢવામાં આવશે. અને ચૂંટણી પુરી થતા સુધીમાં સમગ્ર ગુજરાત માટે 6 મહાપાલિકાની ચૂંટણીમાં રૂપિયા 500 કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા છે.
રાજકોટમાં આ જૂગાર કેવી રીતે રમાશે?
51 બેઠક ભાજપને આવે કે નહીં જેટલાં રૂપિયા લગાડો તેટલા સામે મળી 10,000 રૂપિયામાં ઓનલાઈન સટ્ટા આઈ.ડી.માં ભાજપને 51 બેઠકો મળશે તો YES અને કરવાનું ના પાડવી હોય તો NO કરવાનું જો હા પાડી હોય અને 51 બેઠક આવે તો 10,000 મળે ના આવે તો 10,000 બુકીને મળે. તેનાથી ઉલ્ટું જો નાં પાડી હોય અને 51 બેઠક આવે તો બુકીને મળે. અને બેઠક ન આવે તો સટ્ટો રમનાર 10,000 કમાઈ શકે.