મહિનો બાદ શાળાઓ ખુલી જતા આજે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી એક વર્ગમાં માત્ર 22 વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા
સંચાલકોએ SOP મુજબનાં નિયમોનું પાલન કરવાનો દાવો કર્યો હતો.
WatchGujarat રાજ્ય સરકારની મંજૂરી બાદ આજથી કોરોનાની ગાઈડલાઇનનાં ચુસ્ત અમલ સાથે ધોરણ 9 અને 11ની મોટાભાગની શાળાઓ શરૂ થઈ છે. જો કે અમુક શાળાઓ હજુ એકાદ સપ્તાહમાં શરૂ કરવામાં આવનાર છે. મહિનો બાદ શાળાઓ ખુલી જતા આજે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલમાં બેસીને ભણવાની મજા જ અલગ છે. તો સંચાલકોએ SOP મુજબનાં નિયમોનું પાલન કરવાનો દાવો કર્યો હતો.
શહેરની સૌથી મોટી ધોળકિયા સ્કૂલનાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ માટે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી એક વર્ગમાં માત્ર 22 વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ બાળકોનું ટેમ્પરેચર ચેક કરી સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવમાં આવ્યો છે. તેમજ કોઈપણ વિદ્યાર્થીની તબિયત બગડે તો તેને હોસ્પિટલ ખસેડવા સહિતની તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. આ સાથે જ તમામ વાલીઓનાં સંમતિપત્ર લેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સ્કૂલ શરૂ થવાને લઈને તેઓ ખૂબ ખુશ છે. ઓનલાઈન કરતા સ્કૂલે આવીને ભણવાની મજા જ અલગ હોય છે. કોઈપણ પ્રશ્ન હોય તરત જ પૂછી શકાય છે. તેમજ નેટવર્ક ન આવવા સહિતના પ્રશ્નોથી છુટકારો મળે છે. જો કે તેઓ પણ સરકાર, સ્કૂલ અને વાલીઓનાં કહ્યા અનુસાર કોરોનાની ગાઈડલાઇન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે એકબીજા સાથે બેસીને નાસ્તો કરવાનું પણ ટાળી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલની અંદર વિવિધ જગ્યાએ સાવચેતીના બેનર લગાવવામાં આવ્યા હતા. તેમજ કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સર્કલ કરેલા જોવા મળ્યા હતા. કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓની એન્ટ્રી થાય ત્યારે થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. હાથ સેનિટાઇઝ કરીને છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ અને સ્ટાફનાં મિત્રો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. જો કે ધો. 10 અને 12નાં વર્ગો અગાઉથી શરૂ હોઈ સ્ટાફને તો નિયમોના પાલનની પ્રેક્ટિસ થઈ ચૂકી છે. પરંતુ 9 અને 11નાં વિદ્યાર્થીઓએ પ્રથમ વખત આ નવા નિયમોના પાલન સાથે શાળાએ જવાનો આનંદ માણ્યો હતો.