• રાજકોટમાં માતાની હેવાનીયત સામે લાવે તેવી વધુ એક કરૂણ ઘટના સામે આવી
  • નાની ખીજળીયા ગામનાં તળાવ નજીક એક ત્યજેલી બાળકી મળી આવી હતી
  • રાહદારીની નજર પડતા તેણે કપડું ખોલી જોતાં તેમાંથી બાળકી મળી આવી
  • બાળકીને ત્યાંથી તુરંત પડધરી તેમજ પછી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

WatchGujarat. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે આજે પણ કેટલાક લોકો દીકરીનો જન્મ થાય તો તેને મરવા માટે ત્યજી દેતા હોય છે. આવી એક ઘટના પડધરીથી સામે આવી છે. જેમાં નિર્દયી માતાએ બાળકીનો જન્મ થતા તેને તળાવ કાંઠે મરવા છોડી દીધી હતી. એટલું જ નહીં તેને કપડામાં વીંટી માથે ધૂળ નાંખી દીધી હતી. જો કે આમ છતાં આ માસુમ જીવિત હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. અને નવજાત માસુમને ત્યજી દેનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી અનુસાર, બાળકીને ત્યજી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજે વહેલી સવારે નાની ખીજળીયા ગામનાં તળાવ નજીક એક ત્યજેલી બાળકી મળી આવી હતી. બાળકીને એક કપડામાં વિંટોળી અને તળાવ નજીક મુકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી. પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી નીકળતા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં તેમાંથી બાળકી મળી આવી હતી. જેને પગલે તુરંત જ 108 ઉપરાંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો દોડી ગયો હતો. અને બાળકીને ત્યાંથી તુરંત પડધરી તેમજ પછી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બાળકીને જન્મના તુરંત બાદ જ મરવા માટે ત્યજી દેવામાં આવી હતી. અને જેણે તેને ત્યજી તેણે જાણે નક્કી કર્યું હોય કે દીકરી મરી જ જવી જોઈએ તેમ દીકરીને કપડામાં વીંટાળી તળાવ નજીક જમીન પર મુકી તેના પર ધુળ નાંખી દીધી હતી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? તેમ હાલ આ દીકરીનો જીવ બચી ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud